For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગનો T-20માં 400 ચોગ્ગાનો રેકોર્ડ

01:38 PM Mar 19, 2024 IST | Bhumika
આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગનો t 20માં 400 ચોગ્ગાનો રેકોર્ડ
  • બીજા નંબરે પાકિસ્તાનનો બાબર આઝમ

આયર્લેન્ડના ઓપનર બેટ્સમેન પોલ સ્ટર્લિંગે ટી-20 ઈન્ટરનેશનલમાં ઇતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં પોલ સ્ટર્લિંગે 27 બોલમાં 25 રનની સામાન્ય ઈનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સમાં પોલ સ્ટર્લિંગે બે ચોગ્ગા અને એક સિક્સરફટકારી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને આયર્લેન્ડે20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા,જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ ફક્ત 111 રન જ બનાવી શકી હતી. આયર્લેન્ડે38 રનથી પ્રથમ ટી20 મેચ જીતી લીધી હતી.આ દરમિયાન પોલ સ્ટર્લિંગે ટી-20 ઈન્ટરનેશનલમાં નવો વિશ્વ વિક્રમ રચી દીધો છે. હકીકતમાં, પોલ સ્ટર્લિંગ ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 400 ચોગ્ગા લગાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. પોલ સ્ટર્લિંગ પછી પાકિસ્તાનના ઓપનર બાબર આઝમે ટી-20 ઈન્ટરનેશનલમાં 395 ચોગ્ગા લગાવ્યા છે. એમ તો, બાબર આઝમ પાસે પોલ સ્ટર્લિંગનો આ વિશ્વવિક્રમ તોડવાની તક રહેશે. કેમ કે બંને વચ્ચે પાંચ ચોગ્ગાનો જ તફાવત છે. ઉલ્લેખનીય છે કે પોલ સ્ટર્લિંગ અત્યાર સુધી કારકિર્દીમાં6 ટેસ્ટ, 160 વનડે અને 135 ટી-20 મેચ રમી છે. વન-ડેમાં તેના નામે 14 સદી, ટેસ્ટમાં એક સદી અને ટી-20માં પણ એક સદી સ્ટર્લિંગે ફટકારી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement