For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શુક્રવારે ઈરાનના રાષ્ટ્રપતિને મળશે પુતિન, ઈઝરાયલને ઘેરવાની તૈયારી?

05:56 PM Oct 08, 2024 IST | admin
શુક્રવારે ઈરાનના રાષ્ટ્રપતિને મળશે પુતિન  ઈઝરાયલને ઘેરવાની તૈયારી

ઈરાનને રશિયા ખુલ્લુ સમર્થન આપી શકે

Advertisement

ત્રણ મોરચે યુદ્ધ લડી રહેલા ઈઝરાયલ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને મળવા જઈ રહ્યા છે. આ બેઠક તુર્કમેનિસ્તાનમાં થવા જઈ રહી છે.

રશિયન અખબાર પધ મોસ્કો ટાઈમ્સથના જણાવ્યા અનુસાર, વિદેશ નીતિ માટે પુતિનના સહયોગી યૂરી ઉશાકોવે જણાવ્યું હતું કે, અશ્ગાબાતમાં એક તુર્કમેન કવિની સ્મૃતિમાં આયોજીત એક સમારોહમાં હાજરી દરમિયાન તેઓ મુલાકાત કરશે. આ બેઠક દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ મધ્ય પૂર્વમાં ઝડપથી બગડતી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ પુતિનનો હજુ સુધી ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુને મળવાનો કોઈ પ્લાન નથી.

Advertisement

નિષ્ણાતોના મતે વ્લાદિમીર પુતિન મધ્ય પૂર્વમાં આ યુદ્ધ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. યુક્રેન સાથે યુદ્ધમાં રશિયા પોતે અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોના નિશાના પર છે. આ દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ અમેરિકાના કટ્ટર દુશ્મન પુતિન ખુલ્લેઆમ ઈરાનના પક્ષમાં ઊભા રહેવાનું સમર્થન કરી શકે છે. રશિયાના ઈરાન સાથે ગાઢ સંબંધો છે અને પશ્ચિમી સરકારો આરોપ લગાવે છે કે ઈરાને મોસ્કોને ડ્રોન અને મિસાઈલો સપ્લાઈ કરી છે.

પુતિન ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને મધ્ય પૂર્વની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરશે. આ બેઠક શુક્રવારે તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્ગાબાતમાં થશે.

એવી અટકળો છે કે મધ્ય પૂર્વના આ યુદ્ધમાં પુતિન ખુલ્લેઆમ ઈરાનનો સાથ આપી શકે છે. રશિયા પોતે છેલ્લા બે વર્ષથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે જ્યાં અમેરિકા સહિતના યુરોપિયન દેશોએ તેની સામે મોરચો ખોલ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકાના કટ્ટર વિરોધી પુતિન ઈરાનને સમર્થન જાહેર કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement