For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇરાન શરણાગતિ સ્વીકારતું રાષ્ટ્ર નથી; ખામેનેઈએ ચેતવણી આપી

05:44 PM Jun 24, 2025 IST | Bhumika
ઇરાન શરણાગતિ સ્વીકારતું રાષ્ટ્ર નથી  ખામેનેઈએ ચેતવણી આપી

ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઈરાને આ પ્રસ્તાવને શરૂઆતમાં સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો.

Advertisement

આ દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈએ એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. ખામેનેઈએ કહ્યું, નજે લોકો ઈરાની લોકો અને તેમના ઇતિહાસને જાણે છે તેઓ જાણે છે કે ઈરાની રાષ્ટ્ર શરણાગતિ સ્વીકારતો દેશ નથી. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર આ વાત કહી છે. આ પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈરાન હાલમાં યુદ્ધવિરામના મૂડમાં નથી. તે ઈઝરાયલ પર હુમલો કરવાનું ચાલુ રાખશે. અગાઉ ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ ઇઝરાયલ સાથે યુદ્ધવિરામના સમાચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ અંતિમ યુદ્ધવિરામ થયો નથી. જો ઇઝરાયલ ઇરાનીઓ પર ગેરકાયદેસર હુમલા બંધ કરશે, તો ઇરાન બદલો લેશે નહીં.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement