For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્પ્લે સાથે IPhone 16 લોન્ચ

11:22 AM Sep 10, 2024 IST | Bhumika
અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્પ્લે સાથે iphone 16 લોન્ચ
Advertisement

એપલે ગઈ કાલે કેલિફોર્નિયામાં કંપનીના હેડક્વાર્ટરમાં આવેલા સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલ વોચ સીરિઝ 10, એરપોડ્સ સીરિઝ 4 અને આઇફોન સીરિઝ 16ને લોન્ચ કરી હતી. આઇફોનની ઘણાં સમયથી રાહ જોવામાં આવી રહી હતી જેને આખરે લોન્ચ કરી દેવામાં આવ્યાં છે. આ તમામ પ્રોડક્ટ 20 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે જેનું પ્રી-બૂકિંગ શરૂ થઈ ગયું છે.

સૌથી પહેલાં એપલ વોચને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ એપલ વોચની ખાસિયત એ છે કે સૌથી મોટી ડિસ્પ્લે હોવા છતાં તેને ફક્ત 30 મિનિટમાં 80 ટકા ચાર્જ કરી શકાશે. આ સીરિઝની સ્ટાર્ટિંગ પ્રાઇઝ 399 છે જે જીપીએસ મોડલ છે. તેમ જ સેલ્યુલર મોડલની સ્ટાર્ટિંગ પ્રાઇઝ 499 ડોલર છે.

Advertisement

એપલે આઇફોન 16ના ચાર મોડલ લોન્ચ કર્યાં છે. આઇફોન 16માં એ18 પ્રોસેસર 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, 48 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલનો બેક કેમેરાનો સમાવેશ કર્યો છે. 8 જીબી રેમ ધરાવતા આ આઇફોનની સ્ક્રીન 6.10 ઇન્ચની છે. એમાં બેસિક સ્ટોરેજ 128 જીબી છે. આ આઇફોનની કિંમત 799 ડોલર છે.

આઇફોન 16 પ્લસમાં એ18 પ્રોસેસર 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, 48 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલનો બેક કેમેરાનો સમાવેશ કર્યો છે. 128 જીબી સ્ટોરેજ ધરાવતા આ આઇફોનની સ્ક્રીન 6.70 ઇન્ચની છે. આ આઇફોનની કિંમત 899 ડોલર છે.

આઇફોન 16 પ્રોમાં એ18 પ્રો પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 12 મેગાપિક્સલનો ફ્ર્ન્ટ કેમેરાની સાથે 48 મેગાપિક્સલના, 12 મેગાપિક્સલ અને 48 મેગાપિક્સલનો બેક કેમેરા છે. આઠ જીબી રેમ ધરાવતા આ આઇફોનની સ્ટોરેજ 256 જીબીથી શરૂૂ થાય છે. આ આઇફોનની કિંમત 999 ડોલર છે.

આઇફોન 16 પ્રો મેક્સમાં એ18 પ્રો પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 12 મેગાપિક્સલનો ફ્ર્ન્ટ કેમેરાની સાથે 48 મેગાપિક્સલના, 12 મેગાપિક્સલ અને 48 મેગાપિક્સલનો બેક કેમેરા છે. આઠ જીબી રેમ ધરાવતા આ આઇફોનની સ્ટોરેજ 256 જીબીથી શરૂૂ થાય છે. આ મોબાઇલની ડિસ્પ્લે એપલની અત્યાર સુધીની આઇફોનની સૌથી મોટી ડિસ્પ્લે છે. આ આઇફોનની કિંમત 1199 ડોલર છે. આ આઇફોનને કેમેરા એક્શન બટન અને નવા કલર સાથે રિલીઝ કરવામાં આવ્યાં છે.

એરપોડસ 4, મેક્સ લોન્ચ
એપલે એરપોડ્સ 4ને બે વર્ઝનમાં રિલીઝ કર્યાં છે. બજેટ એરપોડ્સ 4ની કિંમત 129 ડોલર રાખવામાં આવી છે. જોકે એક્ટિવ નોઇઝ કેન્સલેશન સાથે આવતાં એરપોડ્સની કિંમત 179 ડોલર રાખવામાં આવી છે. એરપોડ્સ પ્રો 2માં હિયરીંગ એઇડ ફીચર આપવામાં આવ્યું છે. સાંભળવામાં તકલીફ પડતી હોય એવી વ્યક્તિને વધુ સારી રીતે સંભળાઈ શકશે. આ એરપોડ્સ પ્રો 2ની પ્રાઇઝ 249 ડોલર છે. એરપોડ્સ મેક્સનું અપગ્રેડેડ વર્ઝન નવા કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં મિડનાઇટ, બ્લુ, પર્પલ ઓરેન્જ અને સ્ટારલાઇટનો સમાવેશ થાય છે. એરપોડ્સ મેક્સની કિંમત 549 ડોલર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement