અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
વર્ષ 2021માં તાલિબાન અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યું ત્યારથી જ સમગ્ર દેશમાં અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને મીડિયા પર આકરાં પ્રતિબંધ છે. એવામાં હવે અફઘાનિસ્તાનમાં સામાન્ય નાગરિકો ઈન્ટરનેટનો ઉપયોગ પણ નહીં કરી શકે. તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાનમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરવાની જાહેરાત કરી છે.
છેલ્લા ઘણા દિવસથી તાલિબાનીઓ અનેક પ્રાંતમાં ફાઈબર ઓપ્ટિક કનેક્શનના તાર કાપી રહ્યા છે. જે બાદથી ધીમે ધીમે અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ થઈ ગયું. હવે સમગ્ર દેશમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. આઠથી નવ હજાર ટેલિકોમ્યુનિકેશન ટાવર પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
તાલિબાને કહ્યું છે કે અનૈતિકતા રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે તાલિબાનના નવા ફરમાનના કારણે બેન્કિંગ, ટ્રેડ નેટવર્ક સહિત અનેક સેવાઓ પર માઠી અસર પડી છે.