For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈન્ડિગોને તુર્કીની એરલાઈન સાથે કરાર પૂરો કરવા આદેશ

11:27 AM May 31, 2025 IST | Bhumika
ઈન્ડિગોને તુર્કીની એરલાઈન સાથે કરાર પૂરો કરવા આદેશ

પાકિસ્તાનને ટેકો આપવા બદલ તુર્કી સામે સમગ્ર દેશમાં ગુસ્સો છે. અગાઉ સરકારે તુર્કી કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ માટે સુરક્ષા મંજૂરી રદ કરી હતી. હવે DGCAA ઈન્ડિગોને તુર્કી એરલાઈન્સ સાથે ડમ્પ લીઝિંગ 3 મહિનાની અંદર સમાપ્ત કરવા કહ્યું છે. વાસ્તવમાં, ઈન્ડિગો તુર્કી એરલાઈન્સના બે બોઈંગ 777 વિમાન ડમ્પ લીઝ પર ચલાવે છે.

Advertisement

આ B777-300 ER વિમાન છે. ઈન્ડિગોનું આ ડમ્પ લીઝ 31 મેના રોજ સમાપ્ત થવાનું હતું, પરંતુ એરલાઈન્સે સરકાર પાસેથી 6 મહિનાનું એક્સટેન્શન માંગ્યું હતું. DGCA એ ઈન્ડિગોની માંગણી ફગાવી દીધી. જોકે, મુસાફરોને અસુવિધાનો સામનો ન કરવો પડે તે ધ્યાનમાં રાખીને ઈન્ડિગોને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ એક્સટેન્શન 31 ઓગસ્ટ સુધી માન્ય રહેશે. આ પછી ઈન્ડિગોએ તેનો કરાર તોડવો પડશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement