ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારતના બે પાડોશી અફઘાનિસ્તાન, ચીનની ધરા ધ્રુજી, 4.5નો ભૂકંપ

10:58 AM May 16, 2025 IST | Bhumika
Advertisement

ભારતના બે પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSC)એ જણાવ્યું કે, ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. હાલ, ભૂકંપના કારણે કોઈ નુકસાનની જાણકારી સામે આવી નથી.

Advertisement

અફઘાનિસ્તાનમાં પણ શુક્રવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ચર ઑફ સેસમોલોજી (NSC) દ્વારા આ વિશે જાણકારી આપવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે માનહાનિના સમાચાર સામે નથી આવ્યા. NSCના જણાવ્યા અનુસાર, ભૂકંપ અડધી રાત્રે 12:47 (ભારતીય સમયાનુસાર) આવ્યો હતો. જેનું કેન્દ્ર 120 કિલોમીટર ઊંડુ હતું. NSCએ આ ભૂકંપની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર શેર કરી હતી.

હાલ બંને દેશોમાંથી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. ભારતીય અને યૂરેશિયન પ્લેટોની વચ્ચે સક્રિય ટેક્ટોનિક સીમા પાસે સ્થિત હોવાના કારણે આ વિસ્તારમાં ભૂકંપ આવવો સામાન્ય વાત છે. સ્થાનિક અધિકારી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં 30 એપ્રિલથી અત્યાર સુધી 5 વાર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ ચુક્યો છે.

Tags :
Afghanistan earthquakeChina earthquakeearthquakeworldWorld News
Advertisement
Next Article
Advertisement