ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચાઇનીઝ સેટેલાઇટ પર ભારતની સ્ટ્રાઇક: વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ

11:29 AM Nov 06, 2025 IST | admin
Advertisement

ભૂ-રાજકીય અનિશ્ચિતતા વચ્ચે ચીન સામે પોતાની સુરક્ષા માળખાને મજબૂત કરવાના પ્રયાસમાં ભારતે એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ભારતે હવે દેશી બ્રોડકાસ્ટર્સ અને ટેલિપોર્ટર દ્વારા ચીન સાથે સંબંધિત સેટેલાઇટ્સનો ઉપયોગ અવરોધિત કરવાનું શરૂૂ કરી દીધું છે.

Advertisement

દેશના સ્પેસ સેક્ટરના નિયમનકાર ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe)) એ ચીનાસેટ (Chinasat)ં અને હોંગકોંગ સ્થિતApStar તેમજ અતશફજફિં તરફથી ભારતીય કંપનીઓને સેટેલાઇટ સેવાઓ પ્રદાન કરવાના પ્રસ્તાવોને રદ કર્યા છે. લગભગ 33 વર્ષથી ભારતમાં હાજર રહેલી AsiaSatને હાલમાં તેના માત્ર બે સેટેલાઇટ AS5 અને AS7 માટે આવતા માર્ચ સુધી જ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે તેના અન્ય સેટેલાઇટ્સ (AS6, AS8, અને AS9)ના પ્રસ્તાવો નકારી કાઢવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, jiostar અને zee સહિતના બ્રોડકાસ્ટર્સ તેમજ ટેલિપોર્ટ ઓપરેટરોને આગામી માર્ચ મહિના સુધીમાં અતશફજફિં 5 અને 7 સેટેલાઇટ્સ પરથી ભારતીય GSAT(જેમ કે GSAT-30, GSAT-17) અથવા Intelsat-ં20 જેવા અન્ય સેટેલાઇટ્સ પર શિફ્ટ થવું પડશે. Zeeએ પુષ્ટિ કરી છે કે તેઓ સપ્ટેમ્બર 2025ના મધ્ય સુધીમાં તેમની સેવાઓGSAT-30,GSAT-17 અને ઈંક્ષયિંહતફિ-ં20 સેટેલાઇટ્સ પર સ્થાનાંતરિત કરી ચૂક્યા છે.

અધિકારીઓએ આ પગલાને રાષ્ટ્રીય સુરક્ષા માટે અવકાશ ક્ષેત્રના ઉભરતા મહત્વ સાથે જોડ્યો છે. સરકારે સ્થાનિક ક્ષમતાઓ, ખાસ કરીને સેટેલાઇટ્સ અને સંબંધિત માળખાના વિકાસ પર ભાર મૂક્યો છે. અગાઉના વર્ષોમાં ભારત ક્ષમતાના અભાવે ચીન-સંબંધિત સેટેલાઇટ્સ સહિત તમામ વિદેશી સેટેલાઇટ્સને મંજૂરી આપતું હતું. જોકે, હવે સ્વદેશી GSAT ની પૂરતી ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે.

આ વ્યાપક નિયમનકારી ઓવરહોલના ભાગરૂૂપે, હવે તમામ વિદેશી સેટેલાઇટ પ્રદાતાઓએ ભારતમાં સેવાઓ ઓફર કરવા માટે IN-SPACe) પાસેથી નવી મંજૂરી લેવી ફરજિયાત છે. . Intelsat, Starlink, OneWeb, IPStar, OrbitConnect અને Inmarsat જેવા અન્ય વિદેશી સેટેલાઇટ્સને ભારતમાં સંચાર અને પ્રસારણ સેવાઓ માટે મંજૂરી મળી છે.
આ પરિવર્તન ભારતની 44 બિલિયન સુધી પહોંચવાની સંભવિત અવકાશ અર્થવ્યવસ્થાને પણ વેગ આપશે, જે 2033 સુધીમાં વૈશ્વિક હિસ્સો હાલના 2% થી વધારીને 8% કરી શકે છે.

Tags :
Chinese satelliteindiaindia newsworldWorld News
Advertisement
Next Article
Advertisement