ભારતીય યુઝર્સને ઝટકો: Xએ વધારી સબ્સ્ક્રિીપ્શન ફી
પ્રીમિયમ-પ્લસ પ્લાનમાં 35%નો વધારો
એલન મસ્કની માલિકીના સોશિયલ પ્લેટફોર્મ X એ તેના પ્રીમિયમ-પ્લસ પ્લાનની કિંમતમાં અનેક બજારોમાં વધારો કર્યો છે. એલન મસ્કે ભારત અને વૈશ્વિક સ્તરે ટોચના સ્તરની સબ્સ્ક્રિપ્શન સેવાઓના ભાવમાં 35 ટકાનો વધારો કર્યો છે. કિંમતોમાં આ વધારો વર્તમાન અને નવા બંને વપરાશકર્તાઓ માટે કરવામાં આવ્યો છે. હવે ભારતમાં પ્રીમિયમ પ્લસ પોલિસી માટે દર મહિને 1750 રૂૂપિયા ચૂકવવા પડશે.
આ માટે પહેલા 1300 રૂૂપિયા ચૂકવવા પડતા હતા. આ નવી કિંમતો 21 ડિસેમ્બર, 2024થી અમલમાં આવી છે. જેમણે પહેલેથી જ પ્રીમિયમ પ્લાન લીધો છે તેઓએ આગલી વખતે જ્યારે બિલ આવશે ત્યારે નવા ભાવ મુજબ ચૂકવણી કરવી પડશે.વાર્ષિક પ્રીમિયમ+ની કિંમત પણ 13,600 રૂૂપિયાથી વધારીને 18,300 રૂૂપિયા કરવામાં આવી છે.
કંપનીએ સબસ્ક્રિપ્શનની કિંમતો વધારવા માટે ત્રણ મુખ્ય કારણો આપ્યા છે. પહેલું કારણ એ છે કે હવે આ પ્લેટફોર્મ પર કોઈ જાહેરાત બતાવવામાં આવશે નહીં. બીજું કારણ એ છે કે સામગ્રી બનાવનારા લોકોને વધુ પૈસા અને સમર્થન મળશે. ત્રીજું અને સૌથી મહત્ત્વનું કારણ એ છે કે આ પ્લેટફોર્મમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવશે.
કંપનીએ કહ્યું, પ્રીમિયમ+ સબસ્ક્રાઇબર્સને ઘણા ફાયદા મળશે. તેમને Premium તરફથી તરત સમર્થન મળશે, Radar જેવી નવી સુવિધાઓ અજમાવવાની તક મળશે અને અમારા શ્રેષ્ઠ અઈં મોડલ્સનો વધુ ઉપયોગ થશે. અમે કિંમતમાં વધારો કર્યો છે જેથી કરીને અમે Premium + ને વધુ સારું બનાવી શકીએ અને તમે હંમેશા શ્રેષ્ઠ સુવિધાઓનો આનંદ માણી શકો.