For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાથકડી પહેરાવીને જમીન પર પછાડ્યો, US એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગારો જેવું વર્તન, જુઓ વિડીયો

10:29 AM Jun 10, 2025 IST | Bhumika
હાથકડી પહેરાવીને જમીન પર પછાડ્યો  us એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગારો જેવું વર્તન  જુઓ વિડીયો

Advertisement

લોસ એન્જલસમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. આ દરમિયાન અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર એક ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીને હાથકડી પહેરાવીને ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને ડિપોર્ટ કરતા પહેલા, અમેરિકન અધિકારીઓએ તેને હાથકડી પહેરાવી અને તેને જમીન પર ઊંધો ફેંકી દીધો અને તેના ગળાને ઘૂંટણથી દબાવી દીધો.હવે ભારતીય દૂતાવાસ પણ આ મામલે સક્રિય થઈ ગયું છે.

https://x.com/SONOFINDIA/status/1931723889119523125

Advertisement

ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગપતિ કુણાલ જૈને રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે ભારતીય વિદ્યાર્થી સાથે થયેલા અમાનવીય વર્તન વિશે જણાવ્યું છે. આ વીડિયોમાં તેમણે ભારતીય દૂતાવાસ પાસેથી હસ્તક્ષેપની પણ માંગ કરી હતી.

અમેરિકન ઉદ્યોગપતિ કુણાલ જૈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે, 'મેં ગઈકાલે રાત્રે ન્યુ જર્સીના નેવાર્ક એરપોર્ટ પરથી એક યુવાન ભારતીય વિદ્યાર્થીને દેશનિકાલ થતો જોયો. તેને હાથકડી લગાવવામાં આવી હતી અને ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા શેર કરાયેલા વીડિયોમાં, યુએસ અધિકારીઓ ભારતીય વિદ્યાર્થીને ફ્લોર પર ફેંકી દેતા જોઈ શકાય છે.

કુણાલ જૈને વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થી હરિયાણવી બોલતો હોય તેવું લાગતું હતું. તેને કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. તેનું કારણ એ છે કે તેઓ તેમની મુસાફરીનું કારણ સમજાવી શકતા નથી. વધુમાં લખ્યું, 'જો આ બાળકો કોઈ કારણોસર ઇમિગ્રેશન અધિકારીઓને તેમની મુસાફરીનું કારણ સમજાવી શકતા નથી, તો તેમને ગુનેગારોની જેમ પાછા મોકલી દેવામાં આવે છે. કેટલાક સમયથી, દરરોજ આવા 3-4 કિસ્સાઓ બની રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે જ્યારે અમેરિકી અધિકારીઓ વિદ્યાર્થી સાથે આ પ્રકારનું વર્તન કરી રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થી સતત રડતો રહ્યો, તેણે કહ્યું કે તે પાગલ નથી, તેઓ તેને બળજબરીથી પાગલ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જૈને ભારતીય દૂતાવાસ, અમેરિકા અને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે - કોઈએ શોધવું જોઈએ કે આ વિદ્યાર્થી સાથે શું થઈ રહ્યું છે. આવા કિસ્સાઓ દરરોજ સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે.

ભારતીય દૂતાવાસ સક્રિય થયું

વીડિયો વાયરલ થયાના એક દિવસ પછી, નેવાર્ક સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટના પર ટિપ્પણી કરતા કહ્યું કે તેમની પાસે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ભારતીય નાગરિકને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અમે આ સંદર્ભે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ. કોન્સ્યુલેટ હંમેશા ભારતીય નાગરિકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

લોકોનો ગુસ્સો સામે આવ્યો

ભારતીય મૂળના ઉદ્યોગપતિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ લોકોનો ગુસ્સો સામે આવવા લાગ્યો. ઘણા લોકોએ કહ્યું કે પરિસ્થિતિ લગભગ બધે જ સમાન છે. અધિકારીઓ કોઈનું સાંભળતા નથી અને નાગરિકો સાથે ગેરવર્તન કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement