ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જાસૂસીના આરોપસર ભારતીય મૂળના નિષ્ણાત એશ્ર્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ

11:19 AM Oct 15, 2025 IST | Bhumika
Advertisement

ચીન વતી જાસૂસી કરતા હોવાનો આરોપ: દરોડામાં ગુપ્ત દસ્તાવેજો, પુરાવા મળ્યાનો દાવો

Advertisement

ભારતીય મૂળના જાણીતા અમેરિકન વિશ્ર્લેષક અને દક્ષિણ એશિયા નીતિ અંગે લાંબા સમય સુધી સલાહકાર રહેલા એશ્ર્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત ગુપ્ત દસ્તાવેજો ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખવા અને ચીની અધિકારીઓ સાથે ગુપ્ત મુલાકાતો કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. જો તેઓ દોષિત સાબિત થશે, તો તેમને 10 વર્ષ સુધીની જેલ અને 2.5 લાખ (અંદાજે 2 કરોડથી વધુ) ડોલર સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે.

અમેરિકન ન્યાય વિભાગ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, 64 વર્ષીય ટેલિસના વર્જિનિયા સ્થિત ઘરેથી હજારો પાનાના ટોપ સિક્રેટ અને સિક્રેટ શ્રેણીના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. એફબીઆઈના અહેવાલ પ્રમાણે, ટેલિસ અગાઉ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બિન-વેતન સલાહકાર અને પેન્ટાગોનની ઑફિસ ઑફ નેટ અસેસમેન્ટના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમની ધરપકડ ગયા અઠવાડિયે થઈ હતી અને સોમવારે તેમને ઔપચારિક રીતે આરોપી જાહેર કરવામાં આવ્યા છે.

કોર્ટના રેકોર્ડ્સ દર્શાવે છે કે, સપ્ટેમ્બર અને ઑક્ટોબર 2025માં ટેલિસે સંરક્ષણ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટની ઇમારતોમાંથી ગુપ્ત દસ્તાવેજો કાઢ્યા, તેની પ્રિન્ટ કાઢી અને તેને ઘરે લઈ ગયા હતા. સર્વેલન્સ ફૂટેજમાં તેમને એક લેધર બ્રીફકેસ સાથે ઇમારતમાંથી બહાર નીકળતા જોવામાં આવ્યા હતા. 11મી ઓક્ટોબરે એફબીઆઈએ જ્યારે તેમના ઘરે દરોડા પાડ્યા, ત્યારે આ ગુપ્ત ફાઇલો લોક્ડ ફાઇલિંગ કેબિનેટ, બેઝમેન્ટ ઑફિસના ટેબલ અને સ્ટોરેજ રૂૂમમાં રાખેલી કાળા રંગની કચરાપેટીમાંથી મળી આવી હતી.

એશ્ર્લે ટેલિસ ભારતીય-અમેરિકન નીતિ ક્ષેત્રે એક જાણીતું નામ છે. તેઓ કાર્નેગી એન્ડાઉમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં સિનિયર ફેલો તરીકે પણ કાર્યરત છે. 2001થી તેઓ અમેરિકન સરકાર સાથે જોડાઈને રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પ્રશાસનને ભારત અને દક્ષિણ એશિયાની નીતિઓ પર સલાહ આપતા રહ્યા છે. તેઓ યુએસ-ઇન્ડિયા-ચાઇના પોલિસીના સૌથી પ્રભાવશાળી વિશ્ર્લેષકોમાં ગણાય છે.

આ કેસ વધુ પેચીદો ત્યારે બન્યો જ્યારે તપાસમાં સામે આવ્યું કે ટેલિસે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વખત ચીની અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. એફબીઆઈનો દાવો છે કે, 15મી સપ્ટેમ્બર 2025ના રોજ વર્જિનિયાના ફેયરફેક્સની એક રેસ્ટોરન્ટમાં ટેલિસ ચીની અધિકારીઓને મળ્યા હતા. તેમને એક મનીલા પરબિડીયું (એન્વેલપ) સાથે અંદર પ્રવેશતા અને પરબિડીયા વિના બહાર નીકળતા જોવામાં આવ્યા હતા.
વધુમાં, એપ્રિલ 2023માં વોશિંગ્ટન ડી.સી.ના ઉપનગરમાં યોજાયેલી ડિનર મીટિંગ દરમિયાન, નજીકમાં બેઠેલા લોકોએ સાંભળ્યું હતું કે ટેલિસ અને ચીની પ્રતિનિધિ ઈરાન-ચીન સંબંધો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તકનીકો પર ચર્ચા કરી રહ્યા હતા. એફબીઆઈના દસ્તાવેજોમાં એવો પણ ઉલ્લેખ છે કે, 2જી સપ્ટેમ્બરે ટેલિસને ચીની અધિકારીઓ તરફથી એક ગિફ્ટ બેગ મળી હતી.

અમેરિકી વિદેશ વિભાગના સલાહકાર અને અણુકરારમાં મુખ્ય વાટાઘાટકાર હતા

મુંબઈમાં જન્મેલા, એશ્ર્લે ટેલિસએ મુંબઈ યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી અને શિકાગો યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં પીએચડી કરી છે. તેઓ 2001 થી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના સલાહકાર રહ્યા છે અને યુએસ-ભારત નાગરિક પરમાણુ કરારના મુખ્ય વાટાઘાટકારોમાંના એક હતા. તેઓ હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના નેટ એસેસમેન્ટ ઓફિસમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે અને કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં સિનિયર ફેલો છે. તેઓ અગાઉ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશના ખાસ સહાયક અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં વ્યૂહાત્મક આયોજન અને દક્ષિણપશ્ચિમ એશિયાના સિનિયર ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે.

Tags :
America newsAshley Tellisindiaindia newsUSworldWorld News
Advertisement
Next Article
Advertisement