For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય છે કે કાળી?, કમલા હેરીસ પર ટ્રમ્પની વંશીય ટીપ્પણીથી ભારે હોબાળો

11:10 AM Aug 01, 2024 IST | Bhumika
ભારતીય છે કે કાળી   કમલા હેરીસ પર ટ્રમ્પની વંશીય ટીપ્પણીથી ભારે હોબાળો
Advertisement

અશ્વેતોના મત મેળવવા કમલા મૂળ છુપાવતી હોવાનો આક્ષેપ, સરકારે નિવેદનને અપમાન ગણાવ્યું

અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં મુકાબલો ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કમલા હેરિસનો બની રહ્યો છે. બુધવારે નેશનલ એસોસિએશન ઓફ બ્લેક જર્નાલિસ્ટની વાર્ષિક કોન્ફરન્સમાં ટ્રમ્પે કમલા હેરિસની વંશીય ઓળખ પર સવાલ ઉઠાવ્યા હતા. આ માટે દર્શકોએ તેની મજાક ઉડાવી હતી. લગભગ 1,000 લોકોની ભીડને સંબોધતા ટ્રમ્પે કહ્યું, કમલા હેરિસ હંમેશા ભારતીય મૂળની હતી અને તે માત્ર ભારતીય મૂળનો જ પ્રચાર કરતી હતી.

Advertisement

તેણે આગળ કહ્યું, મને ખબર નથી કે તે ભારતીય છે કે કાળી? પરંતુ તમે જાણો છો કે હું બંનેનું સન્માન કરું છું. પરંતુ તે સ્પષ્ટપણે નથી માનતી. તે શરૂૂઆતથી ભારતીય હતી. અચાનક તેણે વળાંક લીધો અને તે કાળી વ્યક્તિ બની ગઈ. તેમના નિવેદનનો ઘણો વિરોધ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે કમલા હેરિસે પોતાની ઓળખ અશ્વેત અને દક્ષિણ એશિયાઈ અમેરિકન બંને તરીકે આપી છે. તે પ્રથમ અશ્વેત અને એશિયન અમેરિકન યુએસ વાઇસ પ્રેસિડેન્ટ છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, તેમણે હમણાં જે કહ્યું તે ઘૃણાજનક છે. તે અપમાનજનક છે.

પેનલ ઇન્ટરવ્યુ દરમિયાન, એબીસી ન્યૂઝના રિપોર્ટર રશેલ સ્કોટે ટ્રમ્પને પૂછ્યું કે શા માટે અશ્વેત મતદારોએ વંશીય રીતે અપમાનજનક ટિપ્પણીઓ સાથેના વિવાદાસ્પદ ઇતિહાસ હોવા છતાં તેમનું સમર્થન કરવું જોઈએ. ટ્રમ્પે આ પ્રશ્ન પર આકરી પ્રતિક્રિયા આપતા તેને ભયાનક, પ્રતિકૂળ અને અપમાનજનક ગણાવ્યું હતું. અઇઈ ને નકલી નેટવર્ક પણ ગણાવ્યું. ટ્રમ્પે કહ્યું કે, હું અબ્રાહમ લિંકન પછી અશ્વેત વસ્તી માટે શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ રહ્યો છું.
ચૂંટણી પ્રચાર શરૂૂ કરતી વખતે, ટ્રમ્પની ટીમે કમલા હેરિસને દેશ માટે ખતરનાક ઉદારવાદી નેતા ગણાવતી જાહેરાતો બહાર પાડી છે. ટ્રમ્પની ટીમે આરોપ લગાવ્યો છે કે કમલા હેરિસ ખતરનાક રીતે ઉદારવાદી છે અને આ દેશ માટે બિલકુલ સારું નથી. કમલા હેરિસ પર ઈમિગ્રન્ટ્સ અંગેની જાહેરાતમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે હેરિસ અમેરિકાની દક્ષિણી સરહદ પર ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના આક્રમણને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement