લોડ્ર્સ ટેસ્ટ બાદ ભારતીય પત્રકાર પર મધરાત્રે હુમલો
લંડનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ પછી એક ચોંકાવનારી ઘટના બની. લોર્ડ્સ ટેસ્ટ પછી મોડી રાત્રે એક ભારતીય સ્પોર્ટ્સ પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે ભારતીય પત્રકાર નોર્થવિક પાર્ક સ્ટેશન નજીક પોતાના નિવાસસ્થાન તરફ એકલા જઈ રહ્યા હતા. ત્યારે પાંચ માસ્ક પહેરેલા માણસોએ તેમને ઘેરી લીધા અને તેમની પાસેથી કિંમતી વસ્તુઓ છીનવી લેવાનો પ્રયાસ કર્યો.
લંડનમાં ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી (એન્ડરસન-તેંડુલકર ટ્રોફી)નું કવરેજ કરી રહેલા ભારતીય સ્પોર્ટ્સ પત્રકાર સાહિલ મલ્હોત્રા, લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટના અંત પછી ટાવર બ્રિજ નજીક તેના મિત્ર સાથે સમય વિતાવી રહ્યા હતા. જ્યારે તે મધ્યરાત્રિના લગભગ 12 વાગ્યે નોર્થવિક પાર્ક સ્ટેશન પર ઉતર્યા, ત્યારે તે જ્યાં રોકાયા હતા ત્યાં જવાનો રસ્તો સૂમસામ હતો અને તે એકલા હતા. લુલવર્થ એવન્યુ તરફ જતા હતા, ત્યારે તેને પાંચ યુવાનોએ અટકાવ્યા, જેમણે પોતાના ચહેરા માસ્કથી ઢાંક્યા હતા.
ભારતીય સ્પોર્ટ્સ પત્રકારે જણાવ્યું કે આમાંથી એક વ્યક્તિએ તેનો કેમેરો માંગ્યો, જ્યારે બીજા વ્યક્તિએ તેની સ્માર્ટવોચ છીનવી લેવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિને સમજીને, ભારતીય પત્રકારે તરત જ પોતાનો કેમેરાનો ટ્રાઈપોડ ઉપાડ્યો અને હુમલાખોરોને પાછળ ધકેલી દેવા માટે તેનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. આ પછી, તે ઝડપથી ભાગી ગયો અને નજીકના રસ્તા પર પહોંચ્યો, જ્યાં તેણે તેના સાથીદારને ફોન કર્યો. પત્રકાર પાસે ઘણી મોંઘી વસ્તુઓ હતી, જેમાં એક લેપટોપ, બે મોબાઈલ ફોન અને કેટલીક અંગત વસ્તુઓનો સામેલ હતી.