ભારતવંશી અનિતા આનંદ કેનેડાના વિદેશમંત્રી બન્યા: ગીતા પર હાથ મૂકી શપથ લીધા
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે પોતાના કેબિનેટમાં મોટા બદલાવની જાહેરાત કરી છે, જેમાં ભારતીય મૂળના અનીતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવનિયુક્ત લિબરલ સરકારની રચના હેઠળ આ પગલું લેવાયું છે.
અનીતા આનંદે મંગળવારે ગીતા પર હાથ મૂકીને નવા વિદેશ મંત્રીના રૂૂપે શપથ લીધાં હતાં. તે કેનેડાની વિદેશ મંત્રી બનનારા પહેલાં હિન્દુ મહિલા પણ છે. કેનેડા અનેક વિદેશી મામલાના પડકારનો સામનો કરી રહ્યું છે.
આ વર્ષની શરૂૂઆતમાં જસ્ટિન ટ્રૂડોની જગ્યા લેનારા અને ગત મહિને ચૂંટણી જીતનારા કાર્નીએ અનીતા આનંદને મેલાની જોલીની જગ્યાએ વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે.
મેલાનીને હવે ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા અનીતાએ સંરક્ષણ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.અનીતા આનંદનો જન્મ કેંટવિલે, નોવા સ્કોટિયામાં થયો હતો. તેમના માતા-પિતા ફિઝિશિયન હતાં. તેમના પિતા તમિલનાડુ અને માતા પંજાબથી છે. અનીતાની બે બહેનો પણ છે.