For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

FATFની બેઠકમાં ટેરર ફંડિંગનો મુદ્દો ઉઠાવી ભારત પાક.ને ગ્રે-લિસ્ટમાં મૂકવા પ્રયાસ કરશે

11:13 AM May 24, 2025 IST | Bhumika
fatfની બેઠકમાં ટેરર ફંડિંગનો મુદ્દો ઉઠાવી ભારત પાક ને ગ્રે લિસ્ટમાં મૂકવા પ્રયાસ કરશે

Advertisement

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારત હવે મોટી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, ભારત એફએટીએફમાં ટેરર ફંડિંગનો મુદ્દો ઉઠાવશે, જેથી પાકિસ્તાનને ફરી એકવારની ગ્રે લિસ્ટમાં નાખી શકાય. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત ખાસ કરીને એવી કાયદાકીય જોગવાઇઓ ઉઠાવશે, જેનું પાલન કરવાનો વાયદો પાકિસ્તાને 2022માં ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે કર્યો હતો.

એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે તપાસ કરી રહી છે. આ માટે કામગીરી ચાલી રહી છે. સરકાર એક ડોઝિયર તૈયાર કરી રહી છે જે FATFની આગામી પૂર્ણ બેઠકમાં રજૂ કરવામાં આવશે. આ બેઠક જૂન 2025માં યોજાવાની છે. જૂનમાં વિશ્વ બેંક દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી આર્થિક મદદની સમીક્ષા પર પણ ભારત વાંધો ઉઠાવશે.

Advertisement

આ પહેલા ભારત સરકાર એફએટીએફમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પડોશી દેશને નાણાકીય સહાય પૂરી પાડતા ભંડોળ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે.ભારત સરકારે આ નિર્ણય 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ લીધો હતો. પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતના 26 નાગરિકો માર્યા ગયા હતા.

જૂન 2019માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટ પર મૂકવામાં આવ્યું હતું અને ઓક્ટોબર 2022માં તેને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી એડિશનલ સર્વેલન્સ નો સામનો કરવો પડ્યો હતો. આ ગ્રે લિસ્ટમાં હોવાને કારણે એફડીઆઈ અને ભંડોળ પર નકારાત્મક અસર પડે છે કારણ કે વ્યવસાયોને વધુ મહેનત કરવી પડે છે. સરકારી અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે આનાથી પાકિસ્તાનથી ભારતમાં, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદેસર રોકડ પ્રવાહને ઘટાડવામાં મદદ મળી છે.

આ મહિનાની શરૂૂઆતમાં, ભારતે પડોશી દેશ દ્વારા આતંકવાદી હુમલા માટે નાપાક પ્રવૃત્તિઓ અને ભંડોળના દુરૂૂપયોગને ટાંકીને જુલાઈ 2024 થી શરૂૂ થનારા પાકિસ્તાન માટે 7 અબજ ડોલરના સહાય પેકેજ હેઠળ ભંડોળ મુક્ત કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement