ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શેરબજારમાં અબજોનું નુકસાન છતાં અમેરિકા પર જવાબી ટેરિફ નહીં લગાવે ભારત: કેન્દ્રનો સંકેત

05:19 PM Apr 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 26 ટકા ટેરિફના આદેશ બાદ ભારતીય શેરબજારમાં આજે મિનિટોમાં 20 લાખ કરોડનું નુકસાન થયું છે. ભારતીય ઉદ્યોગોમાં મંદીની ભીતિ વર્તાઈ છે. તેમ છતાં ભારત સરકારે અમેરિકા સામે ટ્રેડવોર ન છેડવાનો નિર્ણય લીધો છે.

Advertisement

સરકારે સત્તાવાર ધોરણે મીડિયાને જણાવ્યું હતું કે, ભારત અમેરિકા પર સામો ટેરિફ લાદશે નહીં. અમે દ્વિપક્ષીય વેપાર કરારો પર ધ્યાન કેન્દ્રિત કરતાં આ મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટેરિફ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્નશીલ છીએ.

કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગત સપ્તાહે ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા એક્ઝિક્યુટીવ ઓર્ડરમાં અમે એક મુખ્ય કલમ પર આધાર રાખી રહ્યા છીએ. જે બિન-પરસ્પર વેપાર વ્યવસ્થાઓમાં સુધારા માટે મહત્વપૂર્ણ પગલાં લેનારા દેશોને રાહત આપે છે. ભારતને રાહત છે કે, તે અમેરિકા સાથે વેપાર કરાર પર વાટાઘાટો શરૂૂ કરનારા પ્રથમ દેશોમાંનો એક છે. તેમજ ભારત કરતાં અન્ય એશિયન દેશો જેમ કે ચીન (34%), વિયેતનામ (46%) અને ઇન્ડોનેશિયા (32%) ઊંચા ટેરિફથી પ્રભાવિત થયા છે.

ટ્રમ્પના ટેરિફ વોરનો સામનો કરતાં ચીન અને કેનેડા સહિત ઘણા દેશો સામો જવાબ આપવા તૈયાર છે. જેમાં ચીને 10 એપ્રિલથી જ તમામ આયાત પર 34% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. બીજી તરફ ઇન્ડોનેશિયાએ કોઈ બદલો લેવાની ભાવના ન હોવાનું નિવેદન આપ્યું છે. વિયેતનામે પણ સંભવિત વેપાર કરારમાં તેના ટેરિફને શૂન્ય કરવા સંમતિ દર્શાવી છે. ઉલ્લેખનીય છે, ભારતે પણ અમેરિકા પર સંભવિત ટેરિફ ઘટાડવાની તૈયારી દર્શાવી હતી. તેમ છતાં ગત સપ્તાહે ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો હોવાની જાહેરાત કરી હતી. ફાર્માસ્યુટીકલ સેક્ટરને ટેરિફમાંથી મુક્તિ આપી છે. ભારત અમેરિકામાં આ પ્રોડક્ટ્સનો મોટોપાયે સપ્લાય કરે છે. બીજી તરફ ઈલેક્ટ્રોનિક્સ, ઓટો પાર્ટ્સ, ટેક્સટાઈલ્સ, જેમ્સ-જ્વેલરીની નિકાસ પ્રભાવિત થશે. કારણકે, તેના પર 26 ટકા ટેરિફ ચૂકવવો પડશે. નોંધનીય છે, ગત મહિને જ અમેરિકા અને ભારત દ્વિપક્ષીય વેપાર કરારો કરવા માટે સહમત થયા હતા.

Tags :
AmericaAmerica newsindiaindia newsteriff warworldWorld News
Advertisement
Advertisement