ટેરિફ વોર વચ્ચે ભારત-અમેરિકા પાસેથી ખરીદશે અબજોના તેજસ ફાઇટર જેટ્સ
ભારત સરકારની માલિકીની કંપની હિન્દુસ્તાન એરોનૌટિક્સ લિમીટેડ (HAL)એ શુક્રવારે અમેરિકા સ્થિત જનરલ ઇલેક્ટ્રિક (GE) સાથે 1 અબજ ડોલરનો સંરક્ષણ સોદો કર્યો છે. જેની હેઠળ HALને તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) Mk-1અ માટે જેટ એન્જિન (F404-GE-IN20)પૂરા પાડવામાં આવશે. આ સોદો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફ બાદ સર્જાયેલા તણાવની વચ્ચે કરવામાં આવ્યો છે.
HALના જણાવ્યા મુજબ, કંપનીએ 97 LCA Mk-1A ફાઇટર જેટ માટે સપોર્ટ પેકેજ અને એન્જિન સપ્લાય કરવા માટે જનરલ ઇલેક્ટ્રિક કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ એન્જિનોની ડિલિવરી 2027માં શરૂૂ થશે, અને 2032 સુધીમાં ઓર્ડર પૂર્ણ થશે. સપ્ટેમ્બર 2025માં, સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 97 તેજસ Mk-1અ ફાઇટર જેટ ખરીદવા માટે HAL સાથે રૂૂ. 62,370 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
તેજસ એક સિંગલ-એન્જિન, બહુ-ભૂમિકા ફાઇટર જેટ છે જે ઉચ્ચ-ખતરાના હવાઈ કામગીરી માટે રચાયેલ છે. તે હવાઈ સંરક્ષણ, દરિયાઈ જાસૂસી અને હૂમલા જેવા મિશન કરવા સક્ષમ છે. HAL LCA Mk-1અ એરક્રાફ્ટના પ્રથમ બેચમાં GE E-404 એન્જિનનો પણ ઉપયોગ કરી રહ્યું છે.
રક્ષા મંત્રાલયે ફેબ્રુઆરી 2021 માં HAL સાથે 83 તેજસ Mk-1A વિમાન ખરીદવા માટે રૂૂ. 48,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, GE એરોસ્પેસ દ્વારા એન્જિન ડિલિવરીમાં વિલંબને કારણે આ વિમાનોની ડિલિવરીમાં અવરોધ આવ્યો છે. વાયુસેના હાલમાં તેના ઘટતા ફાઇટર કાફલાને ફરીથી ભરવા માટે તેજસ વિમાનની સમયસર ડિલિવરી માંગે છે. હાલમાં, વાયુસેના પાસે 31 સ્ક્વોડ્રન છે, જ્યારે તેની જરૂૂરિયાત 42 છે.
આ સોદો HALને 212 GE-404 એન્જિનની તેની સંપૂર્ણ જરૂૂરિયાત પૂરી કરવામાં મદદ કરશે, એન્જિન સપ્લાયમાં કોઈપણ વિલંબને ટાળશે. તાજેતરમાં, HAL અને રશિયન પબ્લિક જોઈન્ટ સ્ટોક કંપની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને જઉં-100 સિવિલ એરક્રાફ્ટના ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
