For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતને લાગ્યો મોટો ઝટકો: ટોપ 10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બાકાત

11:22 AM Feb 03, 2025 IST | Bhumika
ભારતને લાગ્યો મોટો ઝટકો  ટોપ 10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બાકાત

Advertisement

ગુજરાત મિરર, લંડન તા. 3
ફોર્બ્સે 2025 માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતને ટોચના 10 દેશોમાંથી બહાર કરી દેવામાંઆવ્યું છે. આ યાદી ઘણા મહત્વપૂર્ણ પરિમાણો પર આધારિત છે પરંતુ ભારત જેવા દેશને બાકાત રાખવાથી જેની વસ્તી વિશાળ છે, ચોથા ક્રમનું સૌથી મોટું સૈન્ય છે અને પાંચમું સૌથી મોટું અર્થતંત્ર પણ છે ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ફોર્બ્સના અહેવાલ અનુસાર આ યાદી યુએસ ન્યૂઝ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને રેન્કિંગ માટે પાંચ મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદી કોઈપણ દેશના નેતા, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો અને મજબૂત સૈન્યના આધારે તૈયાર કરવામાં આવે છે.

આ રેન્કિંગ મોડેલ BAV ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે WPP નું એકમ છે. આ રિસર્ચ ટીમનું નેતૃત્વ પેન્સિલવેનિયા યુનિવર્સિટીના વ્હાર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રીબસ્ટીન દ્વારા કરવામાં આવ્યું હતું. અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, જ્યારે ફોર્બ્સ ભારત જેવી ઉભરતી શક્તિઓને બાકાત રાખવા બદલ ટીકાનો સામનો કરી રહ્યું છે.

Advertisement

પાવર રેન્ક   દેશ                    GDP
1.             અમેરિકા              30.34 ટ્રિલિયન ડોલર
2.             ચીન                   19.53 ટ્રિલિયન ડોલર
3.             રશિયા                 2.2 ટ્રિલિયન ડોલર
4.             યુકે                     3.73 ટ્રિલિયન ડોલર
5.            જર્મની                 4.92 ટ્રિલિયન ડોલર
6.           દક્ષિણ કોરિયા      1.95 ટ્રિલિયન ડોલર
7.          ફ્રાન્સ                     3.28 ટ્રિલિયન ડોલર
8.          જાપાન                  4.39 ટ્રિલિયન ડોલર
9.        સાઉદી અરેબિયા     1.14 ટ્રિલિયન ડોલર
10.      ઇઝરાયલ               550.91 બિલિયન ડોલર

Advertisement
Tags :
Advertisement
Advertisement