ટ્રમ્પની શપથવિધિમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ચોંક્યું
અમેરિકા ના વોશિંગટન ડી.સી.માં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ કાર્યક્રમ દરમિયાન ભારતનો મોસ્ટ વાંટેડ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂ પણ હાજર હતો. પન્નૂને સમારોહમાં ખાલિસ્તાની નારો લગાવતા જોવા મળ્યો હતો. ટ્રમ્પના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભારતના વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકર સહિત ઘણા મહત્વના નેતાઓ પણ સામેલ થયા હતા.
ટ્રમ્પના શપથ ગ્રહણમાં પન્નૂની ઉપસ્થિતિ એ સુરક્ષા માટે મોટી ચિંતાનો વિષય બની હતી. પન્નૂએ દાવો કર્યો છે કે તેને ટ્રમ્પ ગુટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યારે સૂત્રો અનુસાર, પન્નૂએ પોતાના સંપર્ક દ્વારા ટિકિટ ખરીદી હતી, ત્યારબાદ તે ટ્રમ્પના શપથ ગ્રહણમાં પ્રવેશી સક્યો. પન્નૂની આ ઉચ્ચ-પ્રોફાઇલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો માટે એક મોટી સુરક્ષા ચિંતાનું કારણ બની હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા પન્નૂ પર હત્યા કરવાની સાજિશ રચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અમેરિકી અધિકારીઓના અનુસાર, પન્નૂની હત્યા માટે ભાડે શૂટર્સને નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ મામલામાં એક ભારતીય અધિકારીનો પણ નામ આવ્યો હતો. આ અધિકારી પર મની લોન્ડરિંગનો આરોપ પણ લગાવાયો હતો. ભારત સરકારે આ મામલે કાનૂની કાર્યવાહી માટે ભલામણ કરી છે.