For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત અમને ક્રુડની આયાતનું બિલ ચાઇનીઝ કરન્સીમાં ચુકવે છે: રશિયન ડેપ્યુટી પીએમ

06:21 PM Oct 16, 2025 IST | Bhumika
ભારત અમને ક્રુડની આયાતનું બિલ ચાઇનીઝ કરન્સીમાં ચુકવે છે  રશિયન ડેપ્યુટી પીએમ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે તેવા દાવા વચ્ચે રશિયાના નાયબ વડાપ્રધાન એલેકઝેન્ડર નોવાકે કહ્યું હતું કે, રશિયા ભારતનો ટોચનો ક્રૂડ સપ્લાયર છે. ભારત રશિયન ક્રૂડની આયાત માટે ચૂકવણી હવે રૂૂબલ કે રૂૂપિયામાં નહીં, પણ ચાઈનીઝ કરન્સી યુઆનમાં પેમેન્ટ કરે છે.
રશિયન મીડિયા સાથે ઈન્ટરવ્યૂમાં નોવાકે જણાવ્યું હતું કે, ભારતે રશિયન ક્રૂડ માટે અમુક પેમેન્ટ ચીનની કરન્સી યુઆનમાં કરવાની શરૂૂઆત કરી છે. જો કે, હજી પણ મોટાભાગના ટ્રાન્ઝેક્શન રશિયન કરન્સી રૂૂબલમાં થાય છે. ઉલ્લેખનીય છે કે, જૂના રિપોર્ટ અનુસાર, ભારત રશિયન ક્રૂડ માટે મુખ્યત્વે ભારતીય કરન્સી રૂૂપિયામાં પેમેન્ટ કરે છે.

Advertisement

એનર્જી એન્ડ ક્લિન એર રિસર્ચ સેન્ટર અનુસાર, સપ્ટેમ્બરમાં ચીન બાદ ભારત રશિયન ક્રૂડનો સૌથી મોટો ખરીદદાર રહ્યો છે. 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ તેના પર લાદવામાં આવેલા પશ્ચિમી પ્રતિબંધોના કારણે ક્રૂડ બિઝનેસ માટે યુઆન અને યુએઈ કરન્સી દિર્હમ સહિત વૈકલ્પિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે. પારંપારિક રૂૂપે મધ્ય-પૂર્વીય ક્રૂડ ઓઈલ પર નિર્ભર છે. ફેબ્રુઆરી, 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ રશિયન ક્રૂડની આયાતમાં વૃદ્ધિ થઈ છે. પશ્ચિમી પ્રતિબંધો અને યુરોપિયન માગમાં ઘટાડો થતાં રશિયા ક્રૂડ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેના લીધે ભારતે પણ રશિયન ક્રૂડની આયાત 1 ટકાથી વધારી આશરે 40 ટકા થઈ છે.

રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝેન્ડર નોવાક ભારત દ્વારા રશિયન ક્રૂડની ખરીદી વધી હોવા ઉપરાંત તેના પેમેન્ટ માટે ચાઈનીઝ કરન્સીનો ઉપયોગની વાતો કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement