ઇરાન પર હુમલાને વખોડી કાઢતા બ્રિકસના નિવેદનમાં ભારત જોડાયું: અગાઉના વલણમાંથી મારી પલટી
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલી લશ્કરી હુમલાઓ અંગે ભારતે BRICS જૂથ સાથે મળીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. BRICS દેશોએ 13 જૂનથી ઈરાન પરના હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. આ નિવેદનમાં, ભારતે હુમલાઓની સ્પષ્ટ નિંદા કરી છે. જોકે, BRICS ના નિવેદનમાં ઈઝરાયલ કે અમેરિકાનું નામ લેવામાં આવ્યું નથી. ભારતનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે 10 દિવસ પહેલા તેણે જઈઘ (શાંઘાઈ સહકાર સંગઠન) ના નિવેદનથી પોતાને દૂર રાખ્યું હતું, જેમાં ઈઝરાયલની ટીકા કરવામાં આવી હતી.
BRICSમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે. BRICSના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નસ્ત્રઅમે 13 જૂન, 2025 થી ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન પર થયેલા લશ્કરી હુમલાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. આ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે. આનાથી મધ્ય પૂર્વમાં સુરક્ષા પરિસ્થિતિ ગંભીર રીતે બગડી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, અમે શાંતિપૂર્ણ પરમાણુ સ્થળોને નિશાન બનાવનારા હુમલાઓની પણ આકરી ટીકા કરીએ છીએ.
આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના નિયમો અને સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન છે.ભારતનું વલણ બદલાયું છે. દિલ્હીમાં ઈરાનના દૂતાવાસે એક નિવેદન જારી કરીને ભારતનો આભાર માન્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નસ્ત્રઅમે ભારતના તમામ લોકો, રાજકીય પક્ષો, સંસદસભ્યો, સામાજિક સંગઠનો, ધાર્મિક નેતાઓ, શિક્ષણવિદો અને મીડિયા સભ્યોનો ઊંડો આભાર વ્યક્ત કરીએ છીએ જેમણે ઈરાન સાથે એકતા દર્શાવી હતી. ઈરાની લોકોનો આ પ્રતિકાર ફક્ત તેમના દેશનો બચાવ જ નહોતો, પરંતુ તે યુએન ચાર્ટર, માનવતાવાદી સિદ્ધાંતો અને આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળભૂત ખ્યાલોના બચાવનું પ્રતીક પણ હતું.
અમે માનીએ છીએ કે રાષ્ટ્રોની એકતા અને એકતા યુદ્ધ, હિંસા અને અન્યાય સામે એક શક્તિશાળી ઢાલ છે.