For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકા માટે ભારત મહત્ત્વનું: જયશંકર સાથે મુલાકાત બાદ રૂબિયોની ટિપ્પણી

11:11 AM Sep 23, 2025 IST | Bhumika
અમેરિકા માટે ભારત મહત્ત્વનું  જયશંકર સાથે મુલાકાત બાદ રૂબિયોની ટિપ્પણી

વીઝા પ્રતિબંધો વચ્ચે બંન્ને વિદેશમંત્રીની સકારાત્મક વાતચીત

Advertisement

ભારત અને અમેરિકા વચ્ચે વધતા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના અમેરિકન સમકક્ષ માર્કો રૂૂબિયોની મુલાકાત સોમવારે ન્યુ યોર્કમાં થઈ. આ બેઠક એવા સમયે થઈ જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા H-1B વિઝા પર 100,000નો ટેક્સ લગાવવાની જાહેરાત કરી, જેના કારણે ભારતના IT ક્ષેત્રને મોટો ફટકો પડ્યો.

રૂૂબિયોએ ભારત-અમેરિકાની ભાગીદારીને અ ત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવી હતી અને સંરક્ષણ, વેપાર, ઊર્જા, દવા અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે અમેરિકા માટે ભારતનું સ્થાન ઘણું મહત્ત્વનું છે અને ઈન્ડો-પેસિફિક અને ક્વાડ ભાગીદારીમાં સાથે મળીને કામ કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

Advertisement

એસ. જયશંકરે પણ આ વાતચીતને સકારાત્મક ગણાવી અને X પર પોસ્ટ કર્યું, અમારી વાતચીતમાં ઘણા દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમેરિકા સાથે સતત સંપર્કમાં રહેવું અને પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં પ્રગતિ કરવું મહત્ત્વનું છે. અમે સંપર્કમાં રહીશું.

Advertisement
Tags :
Advertisement
Advertisement