ભારતે 11 મિસાઇલો છોડી હતી: પાક. પ્રધાન રડવા લાગ્યા
મિસાઇલો પડી ત્યારે વિમાનો, વાયુસેનાના જવાનો હતા: અલ્લા તાલાએ મદદ કરી હોવાનું કહેતા ગૃહમંત્રી
ઓપરેશન સિંદૂરના લગભગ બે મહિના પછી, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ પાકિસ્તાની એરબેઝ પરના હુમલા અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગુરુવારે (જુલાઈ 3, 2025) મોહરમ નિમિત્તે ઇસ્લામિક ધાર્મિક નેતાઓ સાથેની એક બેઠકમાં, મોહસીન નકવીએ ભાવુક થઈને જણાવ્યું કે ભારતે મે મહિનામાં પાકિસ્તાની એરબેઝ પર 11 મિસાઇલો છોડી હતી.
મોહસીન નકવીએ ખુલાસો કરતા રડતા કહ્યું કે, ભારતે પાકિસ્તાન એરબેઝ પર 11 મિસાઇલો છોડી હતી. તે સમયે વિમાનો ત્યાં ઉભા હતા અને પાકિસ્તાની વાયુસેનાના જવાનો પણ હાજર હતા.
જોકે, તેમણે દાવો કર્યો કે એરબેઝને કોઈ નુકસાન થયું નથી. નકવીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન ઓપરેશન સિંદૂર વિશે સતત ખોટું બોલી રહ્યું છે અને તેની બહાદુરીની ખોટી વાર્તાઓ કહેતું રહે છે, અને ઇસ્લામિક વિદ્વાનોની સામે પણ તેઓ આવું જ કરતા જોવા મળ્યા હતા.
મોહસીન નકવીએ પાકિસ્તાની સેનાના પ્રમુખ આસીમ મુનીરના નેતૃત્વની બડાઈ મારતા કહ્યું કે, પાકિસ્તાની સેના બહાદુરીથી લડી હતી. તેમણે ઉમેર્યું, જ્યારે ભારત સાથે યુદ્ધ થયું ત્યારે અલ્લાહતાલાએ અમને મદદ કરી હતી અને એમાં કોઈ નુકસાન નથી કે તે સમયે આર્મી ચીફ સંપૂર્ણપણે મજબૂત રીતે ઉભા હતા, તેમને કોઈ સમસ્યા નહોતી અને તેઓ સંપૂર્ણપણે સ્પષ્ટ હતા કે જો તેઓ અમારા પર હુમલો કરશે તો તેમને ચાર ગણું વધુ નુકસાન થશે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન ભારતીય નાગરિકોને નુકસાન પહોંચાડવા અથવા તણાવ વધારવા માંગતું નથી.
બ્રહ્મોસ મિસાઇલના હુમલાથી પાક.ના હાજા ગગડી ગયા હતા
પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે પાકિસ્તાની ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, જ્યારે ભારતે નૂર ખાન એરબેઝ પર બ્રહ્મોસ છોડ્યો, ત્યારે પાકિસ્તાની સેના પાસે વિશ્ર્લેષણ કરવા માટે માત્ર 30-45 સેક્ધડનો સમય હતો કે આવનારી મિસાઇલમાં પરમાણુ હથિયાર હોઈ શકે છે કે નહીં. ફક્ત 30 સેક્ધડમાં આ અંગે કોઈ પણ નિર્ણય લેવો એ એક ખતરનાક પરિસ્થિતિ હતી. આવી સ્થિતિમાં, એક જૂનો મુદ્દો ઉઠાવતા રાણાએ કહ્યું, હું એમ નથી કહેતો કે તેમણે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરીને સારું કર્યું, પરંતુ તે જ સમયે આ બાજુના લોકોએ તેને ગેરસમજ કરી હશે, જેના કારણે પ્રથમ પરમાણુ શસ્ત્ર લોન્ચ કરવામાં આવ્યું જે વૈશ્વિક પરમાણુ યુદ્ધ તરફ દોરી શકે છે.