ગ્લોબલ ફાયર ઈન્ડેક્સમાં ભારત પાક. કરતાં ક્યાંય ચડિયાતુ
સૈન્યશક્તિના આધારે રેન્કીંગમાં અમેરિકા, રશિયા અને ચીન અનુક્રમે પ્રથમ, દિદ્વતિય અને ત્રીજા સ્થાને
દુનિયાભરના દેશોની સૈન્ય શક્તિના આધારે રેન્કિંગ નક્કી કરતી સંસ્થા ગ્લોબલ ફાયરપાવરે નવું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં ભારત ચોથા નંબર પર છે. જ્યારે પાકિસ્તાનની સ્થિતિ પહેલા કરતાં ઘણી કમજોર થઈ છે. પાકિસ્તાન ગત વર્ષ 2024માં 9માં સ્થાન પર હતું, જે વધીને 12માં સ્થાન પર પહોંચી ગયું છે.
ગ્લોબલ ફાયરપાવર ઇંડેક્સ દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓનું મૂલ્યાંકન 60 થી વધારે માપદંડોના આધારે કરે છે. આમાં લશ્કરી એકમો, નાણાકીય પરિસ્થિતિ, લોજિસ્ટિકલ ક્ષમતાઓ, ભૌગોલિક સ્થાન અને તકનીકી પ્રગતિનો સમાવેશ થાય છે. ટોપ 20 સૈન્ય શક્તિમાં અમેરિકા પ્રથમ રહે છે.
રુસ : પોતાની અત્યાધુનિક ક્ષમતા, નાણાકીય શક્તિ અને વૈશ્વિક પ્રભાવના કારણે પહેલા સ્થાન પર જળવાઈ રહ્યું છે. અમેરિકાનો પાવર ઇંડેક્સ સ્કોર-0.0744 છ
યુક્રેનથી યુદ્ધ બાદ પણ રુસે ઈરાન, ઉત્તર કોરિયા અને ચીન સાથે રણનીતિક
સંબંધના કારણે મજબૂતી જાળવી રાખી છે. રુસનો પાવર ઇંડેક્સ સ્કોર - 0.0788 છે.
ચીન: રક્ષા અને તકનીકી ઇન્વેસ્ટમાં સારી વૃદ્ધિને કારણે ચીન ટોપ થ્રીમાં સામેલ છે. ચીનનો પાવર ઇંડેક્સ સ્કોર 0.0788 છે. ભારત: અદ્યતન લશ્કરી સાધનો, આધુનિક હથિયારો અને રણનીતિક સ્થિતિના કારણે આપની સૈન્ય તાકાતમાં વધારો થયો છે. ભારતનો પાવર ઇંડેક્સ સ્કોર 0.1184 છે.
દક્ષિણ કોરિયા: રક્ષા ક્ષેત્રમાં વધુ ઇન્વેસ્ટ અને વૈશ્વિક સહયોગથી મજબૂત સ્થિતિને કારણે સાઉથ કોરિયા ટોપ- 5માં સામેલ છે. આ દેશનો પાવર ઇંડેક્સ સ્કોર 0.1656 છે. યુનાઈટેડ કિંગડમનો પાવર ઇંડેક્સ સ્કોર 0.1785 છે. ફ્રાંસનો પાવર ઇંડેક્સ સ્કોર 0.1878 છે. જાપાનનો પાવર ઇંડેક્સ સ્કોર 0.1839 છે. તુર્કીનો પાવર ઇંડેક્સ સ્કોર 0.1902 છે. ઈટાલીનો પાવર ઇંડેક્સ સ્કોર 0.2164 છે.
ભારતની સૈન્ય શક્તિ
આર્મી : 14.5 લાખ સક્રિય સૈનિક અને 11.5 લાખ અનામત સૈનિકો
25 લાખથી વધુ અર્ધલશ્કરી દળો
પ્રમુખ હથિયાર: T-90 ભીષ્મ અને અર્જુન ટેંક, બ્રહ્મોસ મિસાઇલ, પિનાક રોકેટ સિસ્ટમ અને હોવિત્ઝર તોપ
વાયુ સેના : 2,229 વિમાન. જેમાં 600 ફાઇટર જેટ, 899 હેલિકોપ્ટર અને 831 સપોર્ટ એરક્રાફ્ટ સામેલ છે.
પ્રમુખ લડાકુ વિમાન : રાફેલ, 30MKI,, નેટ્રા સર્વેલન્સ પ્લેન
મિસાઇલ સિસ્ટમ: રુદ્રમ, અસ્ત્ર, નિર્ભય, બ્રહ્મોસ અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમ
નેવી : 1,42,251 મરીન કોર્પ્સ
મુખ્ય રણનીતિક સંપત્તિ: પરમાણુ સબમરીન, INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત વિમાનવાહક જહાજ
કાફલો: 150 યુદ્ધ જહાજો અને સબમરીન, 50 થી વધુ નવા જહાજો નિર્માણાધીન છે.
અદ્યતન જાસૂસી અને સબમરીન વિરોધી વિમાન: P-8i, MH-60R હેલિકોપ્ટર