For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેનેડામાં ઇન્ડિયા ડે પરેડમાં હિન્દુ ગો બેકના નારા લાગ્યા

05:42 PM Aug 22, 2024 IST | Bhumika
કેનેડામાં ઇન્ડિયા ડે પરેડમાં હિન્દુ ગો બેકના નારા લાગ્યા
Advertisement

ખાલિસ્તાન સમર્થકોનું કૃત્ય, ભારતીય સમર્થકોનો હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા સાથે જડબાતોડ જવાબ

કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર હેઠળ ખાલિસ્તાની અલગતાવાદીઓની ગતિવિધિઓ વધી રહી છે, જેનું તાજેતરનું ઉદાહરણ રવિવારે ટોરોન્ટોમાં જોવા મળ્યું. અહીં ઈન્ડિયા ડે પરેડ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ પરેડમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વાતાવરણમાં તણાવ સર્જાયો હતો.

Advertisement

ટોરોન્ટોમાં ભારતીય સમુદાય દ્વારા ભારતની આઝાદીની ઉજવણી નિમિત્તે યોજાયેલી આ પરેડ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમ છતાં ખાલિસ્તાની સમર્થકો પરેડની સામે આવ્યા હતા અને પભારતીય હિંદુ, ગો બેક ઈન્ડિયા અને ન હિન્દી, ન હિંદુસ્તાન, ના નારા લગાવ્યા હતા. જેમ કે ખાલિસ્તાન બની રહેશેનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ખાલિસ્તાનીઓ ભારતીય ત્રિરંગાનું અપમાન કરતા પણ જોવા મળ્યા હતા. કેટલાક વિડિયોમાં તેઓને ત્રિરંગા ઉપર ઊભા રહીને તેને ફાડી નાખતા દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે કેનેડિયન પોલીસ મૂક પ્રેક્ષક બનીને રહી હતી. જો કે, પરેડમાં ભાગ લેનારા ભારતીય સમર્થકોએ પણ હિન્દુસ્તાન ઝિંદાબાદ ના નારા લગાવીને બદલો લીધો અને ખાલિસ્તાની અલગતાવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો. એક સમય એવો આવ્યો જ્યારે બંને પક્ષો સામસામે આવી ગયા અને અથડામણની સ્થિતિ સર્જાઈ. પરેડમાં ભારતની બહારનો સૌથી મોટો ભારતીય ધ્વજ સામેલ હતો અને તેમાં ભારતીય રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી અનેક ઝાંખીઓ પણ દર્શાવવામાં આવી હતી.

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો પર આરોપો લાગ્યા ત્યારથી કેનેડામાં ભારતીય સમર્થકોને દરરોજ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તાજેતરના મહિનાઓમાં કેનેડામાં ખાલિસ્તાન તરફી ગતિવિધિઓ તેજ થઈ છે, જેના પર ભારત સરકારે ગુસ્સો વ્યક્ત કર્યો છે. ભારત સરકારે કેનેડા સરકારને અલગતાવાદી વિચાર ધારાઓને પ્રોત્સાહન આપતા જૂથોની પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા હાકલ કરી છે. આમાં, ભારત સરકારની દલીલ છે કે આવી ક્રિયાઓ કાયદાના શાસનને નબળી પાડે છે અને રાજદ્વારી સંબંધોને જોખમમાં મૂકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement