ભારત ઇઝરાયલ-હમાસ યુદ્ધ અટકાવી શકે, પેલેસ્ટાઇનને આશા
ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે કરેલી કાર્યવાહીમાં પેલેસ્ટાઈનને જાનમાલનું મોટું નુકસાન થયું છે. હવે ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અદનાન અબુ અલ-હૈજાએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં મધ્યસ્થી કરવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેઓ કહે છે કે તે ભારત પાસેથી મધ્યસ્થતાની આશા રાખે છે.
દિલ્હીમાં ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલ-હૈજાએ કહ્યું કે, તેમને ભારત જેવા મિત્ર તરફથી મધ્યસ્થીની ભૂમિકા નિભાવે તેવી આશા છે.હું જાણું છું કે ભારત એક શાંતિપૂર્ણ દેશ છે, તેથી અમે તેમને તે ભૂમિકા નિભાવવા માટે કહી રહ્યા છીએ. તેઓ બંને દેશોના મિત્ર છે.
અમેરિકા અને બ્રિટનની વિદેશી ગુપ્તચર એજન્સીઓના વડાઓએ શનિવારે જણાવ્યું હતું કે તેઓ ગાઝામાં યુદ્ધવિરામ માટે સતત કામ કરી રહ્યા છે.અમેરિકાના સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ અને યુકેના એમઆઈ 6 ચીફ રિચર્ડ મૂરેએ કહ્યું હતું કે તેમની એજન્સીઓએ સંયમ રાખવા અને તણાવ ઘટાડવા માટે અમારા ગુપ્તચર તંત્રનો ઉપયોગ કર્યો છે.