For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'બલુચિસ્તાન ટ્રેન હાઇજેક પાછળ ભારત' શાહબાઝ સરકારનો પાયાવિહોણો દાવો

02:17 PM Mar 12, 2025 IST | Bhumika
 બલુચિસ્તાન ટ્રેન હાઇજેક પાછળ ભારત  શાહબાઝ સરકારનો પાયાવિહોણો દાવો

Advertisement

બલૂચ બળવાખોરોએ ગઈ કાલે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક ટ્રેનને હાઇજેક કરી હતી, જેમાં 500થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આ આતંકી હુમલાને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ટ્રેન હાઈજેકને લઈને ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે.

https://x.com/adilshahzeb/status/1899519785332871585

Advertisement

અગાઉ, બલૂચ વિદ્રોહીઓએ નાગરિકો, મહિલાઓ અને બાળકોને મુક્ત કર્યા હતા, જ્યારે પાકિસ્તાની સેનાના સૈનિકો, ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી છે અને ટ્રેન પાટા પરથી ઉતરી જવાનો દાવો કર્યો છે. બલૂચ વિદ્રોહીઓએ 214 મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો પણ દાવો કર્યો છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે બલૂચિસ્તાન ટ્રેન અપહરણની ઘટનાને લઈને ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે 'આ હુમલા પાછળ ભારતનો હાથ છે.' ન્યૂઝ એજન્સી ડોન સાથે વાત કરતા તેણે કહ્યું, 'ભારત આ હુમલાઓ અફઘાનિસ્તાનની અંદરથી કરી રહ્યું છે.' જ્યારે ડૉન એન્કરે તેમને પૂછ્યું, 'શું તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે કોઈ સંબંધ છે? શું TTP બલૂચને સમર્થન આપે છે? તો આના જવાબમાં રાણા સનાઉલ્લાહે કહ્યું, 'ભારત આ બધું કરી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી. આ પછી બલૂચ બળવાખોરોને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય મળે છે.

રાણા સનાઉલ્લાહે વધુમાં કહ્યું કે, 'અફઘાનિસ્તાનમાં બેસીને તેઓ તમામ પ્રકારના ષડયંત્ર રચે છે. પાકિસ્તાનના દુશ્મનો સક્રિય છે અને હવે આ મામલે કોઈ બીજો મત નથી. આ ન તો કોઈ રાજકીય મુદ્દો છે કે ન તો કોઈ એજન્ડાનો ભાગ છે, પરંતુ એક ષડયંત્ર છે. ભારત પર ગંભીર આરોપ લગાવતા તેમણે કહ્યું, 'હા, ભારત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલૂચ લિબરેશન આર્મી (BLA) બંનેને સમર્થન આપી રહ્યું છે.'

તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં તેમની પાસે સુરક્ષિત આશ્રયસ્થાનો છે, જેના કારણે તેમના હુમલામાં વધારો થયો છે. તાલિબાન સત્તામાં આવ્યા પહેલા તેમને આટલી સ્વતંત્રતા ન હતી, પરંતુ હવે તેઓ ખુલ્લેઆમ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. રાણા સનાઉલ્લાહે ચેતવણી આપી અને કહ્યું, 'અમે સ્પષ્ટપણે અફઘાન સરકારને કહ્યું છે કે આ ગતિવિધિઓ તાત્કાલિક બંધ કરે, નહીં તો પાકિસ્તાન પોતે જ કાર્યવાહી કરશે અને તે લક્ષ્યોને નિશાન બનાવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement