For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત સતર્ક, બાંગ્લાદેશથી અમુક રાજદ્વારીઓને પરત બોલાવ્યા

04:03 PM Aug 07, 2024 IST | Bhumika
ભારત સતર્ક  બાંગ્લાદેશથી અમુક રાજદ્વારીઓને પરત બોલાવ્યા
Advertisement

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવા ઘણા કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે, જેઓ ખૂબ જ મહત્વપૂર્ણ કામમાં રોકાયેલા ન હતા. જોકે, કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે.

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવા ઘણા કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે, જેઓ ખૂબ જ મહત્વપૂર્ણ કામમાં રોકાયેલા ન હતા. આ લોકો તેમના પરિવાર સાથે પાછા આવી રહ્યા છે. જો કે, બાંગ્લાદેશમાં તમામ ભારતીય કોન્સ્યુલેટ્સમાં સામાન્ય કામગીરી ચાલુ રહેશે. કારણ કે હાલમાં લગભગ 12000 ભારતીયો બાંગ્લાદેશમાં છે. દૂતાવાસ તેમના સંપર્કમાં છે અને જો કોઈ પ્રકારની મદદની જરૂૂર હોય તો તેમને મદદ કરવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં એમ્બેસી અને અન્ય કોન્સ્યુલેટ્સમાં જરૂૂરી સ્ટાફ હાજર રહેશે. ત્યાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે.

Advertisement

ફક્ત તે જ સ્ટાફને દૂર કરવામાં આવ્યો છે જેઓ ખૂબ જ જરૂૂરી ન હતા.હિંસામાં હિન્દુઓને પણ મોટા પાયા પર નિશાન બનાવવામાં આવ્યા છે. બે હિન્દુ કાઉન્સિલરની હત્યા કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 27 જિલ્લામાં હિંદુઓ પર હુમલા થયા છે. આવા સંજોગોમાં બાંગ્લાદેશમાં રહેતા ભારતીયો પણ ચિંતિત છે. કુલ 20 હજાર ભારતીયો બાંગ્લાદેશમાં હતા, જેમાંથી 8000 લોકો આવી ગયા હોવાના અહેવાલ છે. હજુ પણ 12 હજાર ભારતીયો ત્યાં છે. આવી સ્થિતિમાં, દૂતાવાસોમાં તેમનો સંપર્ક કરવા માટે નિયમિત કામ ચાલી રહ્યું છે. તેમ છતાં, બિનજરૂૂરી સ્ટાફમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement