For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુક્રેનિયન બાળકોના સ્થળાંતરને રોકવા યુએનમાં મતદાનથી ભારત દુર રહ્યું

06:06 PM Dec 05, 2025 IST | Bhumika
યુક્રેનિયન બાળકોના સ્થળાંતરને રોકવા યુએનમાં મતદાનથી ભારત દુર રહ્યું

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં એક મહત્ત્વપૂર્ણ ઠરાવ પર મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે, જે રશિયા દ્વારા યુક્રેનિયન બાળકોના ફરજિયાત સ્થળાંતરને તાત્કાલિક સમાપ્ત કરવાની માંગ કરે છે. ભારતે આ નિર્ણય રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતના માત્ર એક દિવસ પહેલા લીધો હતો, જેને રાજદ્વારી દૃષ્ટિકોણથી સંતુલન જાળવવાનો પ્રયાસ માનવામાં આવે છે.

Advertisement

બુધવારે, 193 સભ્યની યુએનજીએમાં Return of Ukrainian children (યુક્રેનિયન બાળકોનું પ્રત્યાર્પણ) શીર્ષકવાળા આ મુસદ્દા ઠરાવને પસાર કરવામાં આવ્યો હતો. મતદાનમાં 91 દેશોએ તરફેણ કરી હતી, જ્યારે 12 દેશોએ તેનો વિરોધ કર્યો હતો. જોકે, ભારત, બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, પાકિસ્તાન અને શ્રીલંકા સહિત કુલ 57 દેશો મતદાનથી દૂર રહ્યા હતા.

આ ઠરાવમાં રશિયા પાસેથી મુખ્યત્વે માંગ કરવામાં આવી છે કે તે બળજબરીથી સ્થાનાંતરિત અથવા દેશનિકાલ કરાયેલા તમામ યુક્રેનિયન બાળકોનું નસ્ત્રતાત્કાલિક, સુરક્ષિત અને બિનશરતી પ્રત્યાર્પણસ્ત્રસ્ત્ર સુનિશ્ચિત કરે. મોસ્કો બાળકોને તેમના પરિવારોથી અલગ કરવા, નાગરિકતા બદલવા, દત્તક લેવા અથવા ફોસ્ટર ફેમિલીમાં મૂકવા જેવી કોઈપણ પ્રથાને તાત્કાલિક બંધ કરે. આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, બાળકોના ફરજિયાત સ્થળાંતર અને દેશનિકાલ માટે જવાબદાર લોકોની તપાસ કરવામાં આવે અને તેમની જવાબદેહી નક્કી કરવામાં આવે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement