રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાંગ્લાદેશની અસર: ગુજરાતના ઉદ્યોગોના 1200 કરોડ અટવાયા

05:12 PM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાંથી કોટન, યાન, કેમિકલ, પોલિએસ્ટરનું મોટા પ્રમાણમાં થતા એક્સપોર્ટને અસર : પરિસ્થિતિ નહીં સુધરે તો માલ સાચવવો મુશ્કેલ બનશે, અત્યારથી જ ભરાવો થવા લાગ્યો

બાંગ્લાદેશમાં થયેલા તોફાનની અસર ગુજરાતના ઉદ્યોગપર પડશે, ગુજરાતમાંથી નિકાસ કરવામા આવતીટેક્સ ટાઈલ, યાન, પોલિસ્ટર અને કેમિકલ ઈન્ડસ્ટ્રીઝને કરોડોનું નુક્શાન જવાની સંભાવના ઉદ્યોગપતિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંદાજે ગુજરાતને રૂા. 1200 કરોડની નુક્શાની થશે.

ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતથી બાંગ્લાદેશમાં દર મહીને અંદાજે રૂૂ. 800-1,000નો નિકાસ વેપાર થાય છે. કટોકટીની સ્થિતિના કારણે આ પેમેન્ટ અટવાઈ જવાની સંભાવના છે.કેમિકલ્સ ઉત્પાદકોના કહેવા પ્રમાણે બાંગ્લાદેશમાં ટેક્સ્ટાઈલ નું મોટું કામ હોવાથી ગુજરાતથી ડાયઝ ઇન્ટરમીડીયેટ સહિતના કેમિકલ્સની નિકાસ થાય છે. કેમેક્સિલના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બાંગ્લાદેશમાં અંદાજે રૂૂ. 5,000 કરોડની નિકાસ થઇ હતી. દર મહિને અંદાજે રૂૂ. 400-500 કરોડનો વેપાર થતો હોય છે. હાલ આ પેમેન્ટ ક્યારે આવશે તે નક્કી નથી. રાજકીય સંકટના કારણે શિપમેન્ટ અટકાવી દેવામાં આવ્યા છે. જે શિપમેન્ટ પોર્ટ પર છે તેમનું પણ અનલોડિંગ અટક્યું છે. કેમિકલ્સ ઉત્પાદકો હાલ કોઈ નવા ઓર્ડર પણ નથી લઇ રહ્યા અને બાંગ્લાદેશની મુલાકાત ન લેવા પણ જણાવ્યું છે.

ગુજરાતથી બાંગ્લાદેશમાં કોટન, યાર્ન, મેં મેડ ફાઈબરનું પશ્ચિમ બંગાળના રસ્તે નિકાસ કરવામાં આવે છે. સુરતથી દર મહીને અંદાજે રૂૂ. 200 કરોડની નિકાસ થાય છે. હાલ મળતી વિગતો મુજબ બાંગ્લાદેશમાં 3,000થી વધુ ટેક્સ્ટાઈલ મિલો બંધ થઇ ગઈ છે. બાંગ્લાદેશ પરંપરાગત રીતે ભારતનું સ્પર્ધક રહ્યું છે. સસ્તી મજુરીના કારણે યુરોપ, અમેરિકા સહિતના પશ્ચિમી દેશોના ઓર્ડર ત્યાં જતા રહ્યા હતા. ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારોનું માનવું છે કે, આ ક્રાઇસિસથી ગુજરાતને કોઈ ફયદો થશે નહિ. ભારતથી બાંગ્લાદેશમાં નિકાસ વધુ છે અને આયાત ઘણી ઓછી છે. દક્ષીણ ભારતમાં થોડા પ્રમાણમાં તૈયાર કપડાની આયાત થાય છે. ગુજરાતમાં ત્યાંથી નજીવો માલ આવે છે. આ સિવાય મોરબીથી વાર્ષિક રૂૂ. 10-12 કરોડની સિરામિક ટાઈલ્સની નિકાસ કરવામાં આવે છે.

સિરામિક ઉત્પાદકોના મતે તેમને બાંગ્લાદેશ સંકટની કોઈ અસર થશે નહિ. રાજ્યના ઉદ્યોગકારોનું માનવું છે કે, હાલ તો આર્મીએ દેશની કમાન સાંભળી છે અને આગામી એક મહિનામાં નવી સરકારની રચના થાય તો પછી પરિસ્થિતિ ફ્રી સામાન્ય બની જશે. અમદાવાદ અને સુરતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશમાં કપડાનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. સસ્તી મજુરીના કારણે યુરોપ અને અમેરિકાના દેશોમાંથી મોટા ઓર્ડર મળતા હોય છે. જો બાંગ્લાદેશનું રાજકીય સંકટ 6 મહિના કે તેનાથી વધારે લાંબુ ચાલે તો આ ઓર્ડર ભારતમાં આવે તેવી શક્યતાઓ વધુ છે.જોકે, બીજી તરફ્ ભારતપાસે બાંગ્લાદેશ જેવી ઉત્પાદન માટેની કેપેસિટી નથી એટલે તેનો લાભ તાત્કાલિક અસરથી થશે નહી.

સૌરાષ્ટ્રના 15 ટકા ઉદ્યોગને ફટકો પડી શકે : ચેમ્બર
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કેમીકલ, પ્રિન્ટીંગ,ડાઈનીંગનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં છે અને બાંગ્લાદેશમાં તેનું એક્સ્પોર્ટ કરવામાં આવે છે. બાંગ્લાદેશની સ્થિતિ નહીં સુધરે તો રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગને 15 ટકા જેટલું નુક્શાન થવાની શક્યતા હોવાનું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખે જણાવ્યું છે.

જેતપુરના પ્રિન્ટિંગ એન્ડ ડાઈગ ઉદ્યોગને ફાયદો થશે
બાંગ્લાદેશ સાથે ઉદ્યોગ બાબતે જેતપુર ડાઈનીંગ ઉદ્યોગ એસોસીએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયાએ કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં જે સ્થિતિ છે તેનાથી જેતપુરના કોટન ઉદ્યોગને ફાયદો થાય તેમ છે. બાંગ્લાદેશ હાલ કોલકત્તા પાસેથી ખરીદી કરે છે. જેથી હવે પરિસ્થિતિ સુધરે નહીં તો જેતપુરમાંથી ખરીદી વધી શકે છે.

Tags :
Bangladeshgujaratgujarat newsindiaindia newsindustriesworld
Advertisement
Next Article
Advertisement