રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અબુધાબીમાં યોજાશે આઇફા એવોર્ડ-2024 કરણ જોહર-શાહરુખ ખાન કરશે હોસ્ટ

02:28 PM Aug 29, 2024 IST | admin
Advertisement

27થી 29 સપ્ટેમ્બર દરમિયાન જાજરમાન આયોજન

Advertisement

આઈફા એવોર્ડ આ વર્ષે અબુધાબીમાં યોજવાનો છે. આ આઈફા એવોર્ડની 24 મી આવૃત્તિ છે. આ એવોર્ડ શો 27 થી 29 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે યોજાશે, આ એવોર્ડ ફંક્શનને બોલિવૂડના બે દિગ્ગ્જ કલાકારો શાહરૂખ ખાન અને કરણ જોહર હોસ્ટ કરશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે એટલે કે 27મી સપ્ટેમ્બરે દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ઉજવણી કરવામાં આવશે.

બીજા દિવસે એટલે કે 28મી સપ્ટેમ્બરે આઈફા એવોર્ડ નાઈટ હશે, જ્યારે 29મી સપ્ટેમ્બરે એટલે કે રવિવારની રાત્રિ સંગીતને સમર્પિત હશે. આ કાર્યક્રમમાં બોલિવૂડ સહિત સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા કલાકારો ભાગ લેશે.
શાહરુખ ખાને આઈફા એવોર્ડ 2024 હોસ્ટ કરવા પર પોતાની વાત રાખતા કહ્યું, આઈફા એ ભારતીય સિનેમાનો સેલિબ્રેશન છે જે સમગ્ર વિશ્વમાં ગુંજી ઉઠે છે અને વર્ષોથી તેની સફરનો ભાગ બનવું મારા માટે અદ્ભુત રહ્યું છે. હું ફરી એકવાર આઇઆઇએફએ ની ઊર્જા, જુસ્સો અને ભવ્યતાને પુનજીર્વિત કરવા આતુર છું, કારણ કે અમે આમ કરવા તૈયાર છીએ.

આઈફા એવોર્ડ 2024 ના બીજા હોસ્ટ કરણ જોહરે જણાવ્યું કે, પઆઈફા બે દાયકાથી વધુ સમયથી મારી સફરનો નિર્ણાયક ભાગ છે. મારા પિતા ભારતીય સિનેમાની ઉજવણીના મિશનમાં યોગદાન આપતા શરૂઆતના વર્ષોમાં આઈફાના સલાહકાર બોર્ડના મહત્વપૂર્ણ સભ્ય હતા. આઈફા સાથે તેમનું જોડાણ અમારા માટે ગર્વની વાત છે. 27-29 સપ્ટેમ્બરે મારા પ્રિય મિત્ર શાહરૂખ ખાન સાથે આ એવોર્ડ શો હોસ્ટ કરવો એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.

Tags :
award2024EntertainmentEntertainmentnewsshahrukhkhanworld
Advertisement
Next Article
Advertisement