ઈંગ્લિશ બોલતા નહીં આવડતું હોય તો UKના વર્ક વિઝા નહીં મળે
03:45 PM Oct 16, 2025 IST | Bhumika
જાન્યુઆરી 2026થી અમલી બનશે નવો નિયમ, અમુક પ્રકારની જોબ્સ મેળવવા ફ્લુઅન્ટ ઈંગ્લિશ બોલવું પડશે
Advertisement
છેલ્લા એકાદ વર્ષથી UK વિદેશીઓની સંખ્યામાં ધરખમ કાપ મૂકવા પોતાની ઈમિગ્રેશન પોલિસીમાં એક પછી એક ફેરફાર કરી રહ્યું છે તેવામાં હવે અમુક પ્રકારના માઈગ્રન્ટ્સને માટે યુકેમાં કામ કરવા માટે જવું મુશ્કેલ બનશે. યુકેની સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર અમુક જોબ્સ માટે એપ્લાય કરતા વિદેશીઓને જો એ-લેવલ સ્ટાન્ડર્ડનું ઈંગ્લિશ બોલતા નહીં આવડતું હોય તો તેમને વિઝા નહીં મળી શકે.
આ અંગેના નવા નિયમ 08 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાના છે જેની સીધી અસર કેટલાક ગ્રેજ્યુએટ્સ તેમજ સ્કિલ્ડ વર્કર તરીકે અને સ્કેલ-અપ વિઝા માટે અપ્લાય કરતા લોકોને પડશે. સામાન્ય રીતે ફાસ્ટ-ગ્રોઈંગ બિઝનેસિસ દ્વારા આ કેટેગરીમાં ફોરેન વર્કર્સને અપોઈન્ટ કરવામાં આવતા હોય છે.
Advertisement
Advertisement