પુતિન-ટ્રમ્પ વચ્ચેની વાતચીત સફળ થાય તો ભારતની વધારાની 25 ટકા ટેરિફ હટી શકે
અંતે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાતનો તખ્તો તૈયાર થઈ ગયો. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટેની ચર્ચા કરવા ટ્રમ્પ અને પુતિન અમેરિકાના અલાસ્કામાં 15 ઓગસ્ટે મળવાના છે. અલાસ્કાના સૌથી મોટા શહેર અથવા અન્ય કોઈ સ્થળે બંને મળશે. બંનેની મુલાકાત ક્યાં થશે એ જાહેર કરાયું નથી પણ મુલાકાતનો એજન્ડા યુક્રેન યુદ્ધની સમાપ્તિ હશે એ નક્કી છે. આ ચર્ચામાં યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી હાજર રહેશે કે નહીં એ પણ નક્કી નથી પણ મોટા ભાગે ઝેલેન્સ્કીને પણ નોંતરવામાં આવશે એવું લાગે છે.
ટ્રમ્પ અને પુતિનની સીધી મંત્રણાના કારણે લાંબા સમયથી ચાલી રહેલા યુક્રેન યુદ્ધની સમાપ્તિનો આશાવાદ તો ઉભો થયો જ છે પણ રશિયા અને અમેરિકા વચ્ચે સમાધાન થાય તો દુનિયામાં પણ શાંતિ થાય. ટ્રમ્પ રશિયા સાથેના સંબંધોના બહાને દુનિયાની મેથી મારતા બંધ થાય એ મોટો ફાયદો હશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે દુનિયાનાં સમીકરણ બગાડી નાખ્યાં છે. આ સમીકરણો પણ સરખાં થવા માંડશે ને દુનિયામાં સ્થિરતા આવશે. ટ્રમ્પ અને પુતિનની વાટાઘાટો સફળ થાય અને અમેરિકા-રશિયા હાથ મિલાવે એ ભારતના પણ ફાયદામાં છે. ટ્રમ્પે -અમેરિકામાં જતા ભારતના માલસામાન પર 25 ટકા ટેરિફ લાદ્યો છે ને ભારત રશિયા સાથે ક્રૂડ ઓઈલ સહિતની ચીજોનો -વ્યાપાર કરે છે એ બહાને વધારાનો 25 ટકા ટેરિફ ઠોકી -દીધો છે. તેના કારણે ભારતની નિકાસને મોટો ફટકો પડવાનો -જ છે.
25 ટકા ટેરિફનો અમલ શરૂૂ થઈ ગયો છે પણ રશિયા સાથે વ્યાપાર બદલ લદાયેલી 25 ટકા પેનલ્ટી? ટેરિફનો અમલ 28 ઓગસ્ટથી શરૂૂ થવાનો છે. 15 ઓગસ્ટે પુતિન અને ટ્રમ્પની મુલાકાતનું હકારાત્મક પરિણામ આવે ? તો ટ્રમ્પ આ 25 ટકા વધારાની ટેરિફનો અમલ ના કરાવે ? એવું શક્ય છે. આશા રાખીએ કે એવું જ થાય, ટ્રમ્પના ટેરિફ વોરના કારણે ભારતને થનારું નુકસાન બહુ મોટું હશે પણ 25 ટકા -ટેરિફ ઘટે તો પણ થોડી ઘણી રાહત તો થશે જ. ટ્રમ્પ રશિયા -સાથે વ્યાપાર બદલ ભારત પર સેક્ધડરી સેંક્શન્સ એટલે કે આડકતરા પ્રતિબંધો લાદવાની પણ વાતો કરી રહ્યા છે.
આડકતરા પ્રતિબંધો લદાય એટલે ભારત અને રશિયાના -વ્યાપારમાં મદદ કરતી અમેરિકા કે બીજા દેશોની કંપનીઓ, -બેન્કો વગેરે પણ ઝપટે ચડે. ટ્રમ્પની ધમકીના કારણે તેમનામાં ફફડાટ છે જ પણ સેક્ધડરી સેંક્શન્સ ના લદાય એટલે તેમને -પણ રાહત થાય, ભારત સાથે ધંધો કરવામાં કે નાણાકીય -વ્યવહારો કરવામાં વાંધો ના આવે. ટ્રમ્પ ભારત પર લાદેલા ટેરિફના મુદ્દે લાંબું ખેંચી શકવાના નથી એ નક્કી છે પણ રશિયા સાથેના સંબંધો સુધરે તો તેના-કારણે પણ ટ્રમ્પ પર દબાણ આવશે. પુતિન પણ ભારત સહિતના રશિયા સાથે વ્યાપાર કરતા દેશોને રાહત મળે એ માટે પ્રયત્ન કરશે તેથી અમેરિકા-રશિયા વચ્ચે સમાધાન -થઈ જાય એ જરૂૂરી છે.