વર્હાં સે ગોલી ચલેગી તો યર્હાં સે ગોલા, મોદીનો સશસ્ત્ર દળોને સાફ સંદેશ
અમેરિકી ઉપપ્રમુખને પણ જણાવી દીધું, ભારતના નિર્ણયો કોઈ દેશથી પ્રભાવિત નહીં થાય
પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહી બાદ એક બ્રીફિંગમાં, એક અધિકારીએ પીએમ મોદીને ટાંકીને કહ્યું, વહાં સે ગોલી ચલેગી, તો યહાં સે ગોલા ચલેગા (જો તેઓ ગોળી ચલાવશે, તો અમે તોપોથી જવાબ આપીશું).
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર દળોને નિર્દેશ આપ્યો કે પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવતી કોઈપણ કાર્યવાહીનો ભારતીય જવાબ વધુ મોટો અને મજબૂત હોવો જોઈએ.
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન પર માનસિક જીત મેળવવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થયો, જેમાં ભારતે આ સંદેશ આપ્યો કે આતંકવાદીઓ તેમના પોતાના આંગણામાં પણ સુરક્ષિત નથી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઘર મેં ઘુસ કે મારેંગે ટિપ્પણીની અનુરૂૂપ, સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
હકીકતમાં, પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહી બાદ એક બ્રીફિંગમાં, પીએમ મોદીને એક અધિકારીએ ટાંકીને કહ્યું હતું કે, વહાં સે ગોલી ચલેગી, તો યહાં સે ગોલા ચલેગા (જો તેઓ ગોળી ચલાવશે, તો અમે તોપોથી જવાબ આપીશું).
ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી પર પહોંચવામાં અમેરિકાની ભૂમિકા અંગે, પ્રધાનમંત્રી મોદીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને કહ્યું હતું કે ભારતના નિર્ણયો કોઈપણ અન્ય દેશથી પ્રભાવિત થશે નહીં.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે જો પાકિસ્તાન હુમલો કરશે, તો ભારત વધુ મજબૂત જવાબ આપશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર દિવસના સંઘર્ષ દરમિયાન ભારતે દરેક રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવ્યું. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન કોઈપણ સમયે ભારતની કાર્યકારી ક્ષમતાનો મુકાબલો કરી શક્યું નથી.