For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

iPhone ભારતમાં જ નહી પરંતુ કોઈ પણ દેશમાં બનાવ્યા તો ચૂકવવો પડશે 25% ટેરિફ: ડોનાલ્ડ ટ્રમ્પની એપલને ધમકી

06:10 PM May 23, 2025 IST | Bhumika
iphone ભારતમાં જ નહી પરંતુ કોઈ પણ દેશમાં બનાવ્યા તો ચૂકવવો પડશે 25  ટેરિફ  ડોનાલ્ડ ટ્રમ્પની એપલને ધમકી

Advertisement

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે આઇફોન નિર્માતા કંપની એપલને મોટી ચેતવણી આપી છે અને કહ્યું કે જો અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કરવા આવશે તો તો કંપનીએ ૨૫ ટકા ટેરિફ ચૂકવવો પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે તેમણે એપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું છે કે તમે અમેરિકા સિવાય ભારત જ નહીં, અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કર્યું તો તમારે અમેરિકાને 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે. આ નિર્દેશ પર ધ્યાન આપવા બદલ આભાર.

Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું છે કે મેં ટિમ કૂકને ઘણા સમય પહેલા કહ્યું હતું કે મને આશા છે કે અમેરિકામાં વેચાતા તેમના આઇફોન ઉત્પાદન અમેરિકામાં જ થશે. ન કે ભારત કે અન્ય કોઈ સ્થળ પર. તેમણે વધુમાં કહ્યું કે જો આવું નહીં થાય તો એપલને અમેરિકાને ઓછામાં ઓછા ૨૫ ટકા ટેરિફ ચૂકવવા પડશે.

ટ્રમ્પે અગાઉ જ એપલના સીઈઓ ટીમ કૂક સાથે ચર્ચા કરી ભારતમાં આઈફોનનું ઉત્પાદન બંધ કરવા કહ્યું હતું. તેમજ અમેરિકામાં જ ઉત્પાદન કરવા સલાહ આપી હતી. ટ્રમ્પ પોતાની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા આ પ્રકારના પગલાં લઈ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની ટોચની ટૅક્નોલૉજી કંપની એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં ઉત્પાદન ન કરવા સલાહ આપતાં કહ્યું હતું કે, હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલની પ્રોડક્ટ્સ બનાવો, તેઓ પોતે પોતાનું જોઈ લેશે.

'ભારત આઇફોનના સૌથી મોટા ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે'

છેલ્લા ૫ વર્ષમાં, ભારત એપલના આઇફોનના સૌથી મોટા ઉત્પાદન કેન્દ્રોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં કંપનીની એસેમ્બલી લાઇન્સે 22 અબજ ડોલરના સ્માર્ટફોનનું ઉત્પાદન કર્યું હતું. યુએસ સ્થિત કંપનીએ ગયા વર્ષ કરતાં ભારતમાં 60 ટકા વધુ આઇફોનનું ઉત્પાદન કર્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement