ભારત હુમલો કરશે તો સાઉદી પાક.નું રક્ષણ કરશે
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને નાટો કરારની જોગવાઇ ટાંકી જણાવ્યું: એક સભ્ય પર હુમલો બધા સભ્યો પર હુમલો ગણાશે
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ઇસ્લામાબાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે જો ભારત પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કરે છે, તો સાઉદી અરેબિયા પાકિસ્તાનનું રક્ષણ કરશે. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે આ અઠવાડિયે થયેલા કરારમાં વ્યૂહાત્મક પરસ્પર સહાયની જોગવાઈ શામેલ છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે ભારત સાથે યુદ્ધ થાય તો સાઉદી અરેબિયા પાકિસ્તાનનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે આ કરાર રક્ષણાત્મક છે અને નાટોના અનુચ્છેદ 5 જેવો જ છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો સાઉદી અરેબિયાના ઉપયોગ માટે ઉપલબ્ધ છે.
પાકિસ્તાની ચેનલ જીઓ ટીવી સાથે વાત કરતા, ખ્વાજા આસિફે આ કરારની તુલના નાટો કરારની અનુચ્છેદ 5 સાથે કરી, જે સામૂહિક સંરક્ષણના સિદ્ધાંતને દર્શાવે છે. આનો અર્થ એ થયો કે એક સભ્ય પર હુમલો બધા સભ્ય દેશો પર હુમલો માનવામાં આવે છે.
જોકે, પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને સ્પષ્ટતા કરી કે સાઉદી અરેબિયા સાથેનો આ કરાર રક્ષણાત્મક છે, આક્રમક નથી. નાટોનું ઉદાહરણ આપતા તેમણે જિયો ટીવીને કહ્યું કે જો કોઈ હુમલો થાય છે, પછી ભલે તે સાઉદી અરેબિયા સામે હોય કે પાકિસ્તાન સામે, તેઓ સંયુક્ત રીતે તેનો સામનો કરશે.અહેવાલ મુજબ, ખ્વાજા આસિફે કહ્યું, અમારો હેતુ આ કરારનો ઉપયોગ કોઈપણ આક્રમણ માટે કરવાનો નથી.
પરંતુ જો બંને પક્ષો, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા, ધમકી આપે છે, તો આ વ્યવસ્થા સ્પષ્ટપણે અમલમાં મૂકવામાં આવશે. જ્યારે એક વરિષ્ઠ સાઉદી અધિકારીને પૂછવામાં આવ્યું કે શું આ કરારોનો અર્થ એ છે કે પાકિસ્તાન હવે પરમાણુ સુરક્ષા પૂરી પાડવા માટે બંધાયેલ છે, ત્યારે તેમણે કહ્યું કે આ એક વ્યાપક સંરક્ષણ કરાર છે, જે તમામ લશ્કરી સંસાધનોને આવરી લે છે.
પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો સાઉદી અરેબિયા પાસે ઉપલબ્ધ છે
ખ્વાજા આસિફે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો સાઉદી અરેબિયા દ્વારા ઉપયોગ માટે ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે આ કરાર હેઠળ અમારી ક્ષમતાઓ ચોક્કસપણે ઉપલબ્ધ રહેશે.સ્ત્રસ્ત્ર તેમણે એમ પણ ઉમેર્યું કે પાકિસ્તાને હંમેશા તેના પરમાણુ સુવિધાઓના નિરીક્ષણની મંજૂરી આપી છે અને ક્યારેય કોઈ ઉલ્લંઘન કર્યું નથી.