હું કલકત્તામાં આત્મઘાતી હુમલા કરાવીશ, બાંગ્લાદેશી મૌલાનાની ભારતને ધમકી
પાક.ની હાર બાદ કુરાનની આયાતને ટાંકીને અબ્દુલ ફારૂકીએ ઝેર ઓકયું
પાકિસ્તાનની હાર બાદ હવે બાંગ્લાદેશમાંથી ભારત માટે ધમકીભર્યા અવાજો સંભળાઈ રહ્યા છે. બાંગ્લાદેશના એક કટ્ટરપંથી મૌલવીએ ખુલ્લેઆમ ભારતના કોલકાતા શહેરની અંદર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની ધમકી આપી છે. બાંગ્લાદેશી ધર્મગુરુ અબ્દુલ કુદ્દુસ ફારૂૂકીએ કહ્યું કે જ્યારે આત્મઘાતી બોમ્બરો વધુ સારું કામ કરી શકે છે ત્યારે ફાઇટર જેટની શું જરૂૂર હતી. ઇસ્લામિક કટ્ટરપંથી મૌલાનાએ ભારત વિરુદ્ધ હુમલાઓ ઉશ્કેરતી વખતે તાલિબાનનું ઉદાહરણ આપ્યું.તેમણે કહ્યું કે તાલિબાને યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયન જેવી મહાસત્તાઓ સામે સફળ વ્યૂહરચના તરીકે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોનો ઉપયોગ કર્યો.
એક વીડિયોમા એક ઇસ્લામિક ધર્મગુરુ કોલકાતા પર કબજો કરવાની યોજનાઓ વિશે વાત કરતા જોઈ શકાય છે. વીડિયોમાં તેણે કહ્યું, પજો બાંગ્લાદેશી સેના મને કોલકાતા પર કબજો કરવાનું કહેશે તો હું એક યોજના બનાવીશ.થ 70 ફાઇટર પ્લેન વાપરવાની વાત તો ભૂલી જાવ, હું કોલકાતા કબજે કરવા માટે સાત પ્લેન પણ નહીં વાપરું. મને 70 વિમાનોની કેમ જરૂૂર છે? જો બાંગ્લાદેશી સેના મને પરવાનગી આપે તો હું કોલકાતામાં આત્મઘાતી બોમ્બર મોકલીશ.
આ વીડિયો 8 માર્ચે એક યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો. આ 11 મિનિટના વીડિયોનો એક નાનો ભાગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં અનેક હિન્દુ અધિકાર સંગઠનોએ તેને શેર કર્યું છે. ખુલ્લા મંચ પરથી બોલતી વખતે, ફારૂૂકીએ હિન્દુઓ વિરુદ્ધ
ઝેર ઓક્યું, તેમને નબળી જાતિ ગણાવી. વીડિયોમાં તેમણે હિન્દુઓની મૂર્તિ પૂજાની પણ ટીકા કરી છે.
પહેલા મરો, પછી કાફિરોને મારી નાખો. કોલકાતામાં થયેલા આત્મઘાતી હુમલા વિશે વાત કરતા ફારૂૂકીએ કહ્યુ જો બાંગ્લાદેશ સેના પરવાનગી આપે તો હું આ જ કરીશ . હું શું વાપરું? આત્મઘાતી બોમ્બર. હું કોલકાતામાં આત્મઘાતી બોમ્બરો મોકલીશ. ફારૂૂકીએ કુરાનની આયાત ટાંકીને કહ્યું કે તેનો અર્થ પહેલા મર, પછી મારી નાખ . તેમણે આગળ કહ્યુ મેં બીજો આયાત શીખી છે . પહેલા મર, પછી કાફિરોને મારી નાખ. તેમણે તેને અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓને હરાવવા માટે તાલિબાન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સફળ રણનીતિ ગણાવી.