હું હવે પ્રખ્યાત છુંં, મોદી સામે મારે ચૂંટણી ન લડવી જોઇએ? પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડનો બફાટ
પહલગામ આતંકવાદી હુમલાના કાવતરાખોર અને લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ કસુરીને બુધવારે લાહોરમાં આયોજિત એક રેલીમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળ્યો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઈંજઈં, લશ્કર કમાન્ડરો અને પાકિસ્તાની સુરક્ષા દળોની હાજરીમાં કસુરીએ પોતાને ભારતના હૃદયમાં કાંટો ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે પહેલગામ હુમલા પછી તેઓ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા છે.
પહેલગામ હત્યાકાંડની જવાબદારી લેવાનો ઇનકાર કરનાર કસુરીએ પંજાબ વિધાનસભાના સ્પીકર મલિક અહેમદ ખાન અને લશ્કરના વડા હાફિઝ સઈદના પુત્ર અને અમેરિકા દ્વારા નિયુક્ત આતંકવાદી તલ્હા સઈદ સાથે સ્ટેજ શેર કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે.
ભારતના ઓપરેશન સિંદૂરના જવાબમાં પાકિસ્તાનના કહેવાતા બન્યાન અલ-મર્સૂસ ઓપરેશનની તલ્હાએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અલ્લાહ જેહાદમાં સામેલ લોકોને પ્રેમ કરે છે. તેમના નિવેદન પછી, ત્યાં હાજર કસુરી અને અન્ય લોકો ખુશીથી નાચી રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ઉલ્લેખ કરતા કસુરીએ કહ્યું હતું કે તેઓ ગોળીઓથી ડરતા નથી. તેમણે કહ્યું હતું કે, શું નરેન્દ્ર મોદી માને છે કે આપણે ગોળીઓથી ડરીએ છીએ? આ તેમની ભૂલ છે.
આ દરમિયાન કસુરીએ કહ્યું કે પાકિસ્તાને 1971ના યુદ્ધ અને પાકિસ્તાનના ભાગલાનો બદલો તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લીધો છે. રેલી દરમિયાન, તેમણે આગામી ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કર્યો અને તેમના વતનના લોકોને પૂછ્યું કે શું તેઓ આગામી ચૂંટણીમાં મોદી સામે તેમનું સમર્થન કરશે. તેમણે પોતાને ભારત માટે કાંટા તરીકે ગણાવ્યા.કસુરીએ કહ્યું, હું હિન્દુસ્તાનના હૃદયમાં કાંટાની જેમ જીવું છું. હું મારા ભગવાનનો આભાર માનું છું કે હું આગામી ચૂંટણી મોદી સામે લડતો નથી.