દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના ફાઇટર જેટ અને હેલિકોપ્ટર ક્રેશ થતાં ભારે હાહાકાર
સમુદ્રમાં પ્રભુત્વ મેળવવા અમેરિકાના પ્રયાસોને ઝટકો
સમુદ્રની વચ્ચોવચ દુનિયાના સૌથી શક્તિશાળી યુદ્ધજહાજ અને તેના અડધા કલાકમાં બે એરક્રાફ્ટ ગાયબ થઈ ગયા? 26 ઓક્ટોબરે યુએસએસ નિમિત્ઝ વિમાનવાહક જહાજ પર આવી એક ઘટના ઘટી છે. ત્યારબાદ સમગ્ર દુનિયામાં તેની ચર્ચા છે. ન્યૂઝ એજન્સી એપી મુજબ નેવીના પ્રશાંત બેડેએ કહ્યું કે વિમાનવાહક જહાજ યુએસએસ નિમિત્ઝ પર આધારિત એક ફાઈટર જેટ અને એક હેલિકોપ્ટર બંને રવિવારે બપોરે 30 મિનિટના સમયગાળામાં દક્ષિણ ચીન સાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા.
બેડેએ એક નિવેદનમાં કહ્યું કે એમએચ-60 આર સી હોક હેલિકોપ્ટરના ત્રણ ચાલક દળના સભ્યોને બચાવી લેવાયા અને એફ/એ-18 સુપર હોર્નેટ ફાઈટર જેટમાં બે એવિએટર બહાર નીકળી ગયા અને તેમને સુરક્ષિત રીતે મેળવી લેવાયા અને તમામ પાંચ સુરક્ષિત અને સ્થિર સ્થિતિમાં છે. નિવેદનમાં કહેવાયું છે કે બંને દુર્ઘટનાઓના કારણોની તપાસ થઈ રહી છે. આ વિસ્તાર આમ પણ સુપરસેન્સિટિવ છે. જ્યાં ચીન અને અમેરિકાની તનાતની ચાલતી રહે છે.
રાહતના સમાચાર એ છે કે જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. હેલિકોપ્ટરના ત્રણ ક્રુ સભ્યોને નિમિત્ઝના સર્ચ એન્ડ રેસ્ક્યૂ દળે તરત બચાવી લીધા. ફાઈટર જેટના બંને પાઈલોટ્સે ઈમરજન્સીમાં ઈજેક્ટ કર્યું અને તેઓ પણ સુરક્ષિત છે. યુએસ પેસિફિક ફ્લીટે નિવેદન આપ્યું કે તમામ પાંચ ક્રુ સભ્યો સુરક્ષિત છે અને તેમની સ્થિતિ સ્થિર છે.
યુએસએસ નિમિત્ઝ કોઈ સામાન્ય જહાજ નથી. તે 1975થી અમેરિકાની નેવીનું ગૌરવ રહ્યું છે. આ વર્ષે તે મિડલ ઈસ્ટમાં હતું. જ્યાં યમનના હૂતી વિદ્રોહીઓના હુમલાના જવાબમાં તૈનાત હતું. હવે તે વોશિંગ્ટનના નેવલ બેસ કિટસૈપ પરત ફરી રહ્યું છે. આ તેનું છેલ્લું મિશન છે. કારણ કે 2026માં તેને રિટાયર કરી દેવાશેય નવા ફોર્ડ ક્લાઝ કેરિયર્સ તેની જગ્યા લેશે. પરંતુ આ અકસ્માતો જૂના જહાજોના મેન્ટેનન્સ પ્રોબલમ્સ તરફ ઈશારો કરે છે.
