આજે(29 જાન્યુઆરી, 2025) ના રોજ સાઉદી અરેબિયાના પશ્ચિમ વિસ્તારમાં જીઝાન નજીક એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં નવ ભારતીયોના મોત થયા છે. આ માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કરતા, જેદ્દાહમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે તેણે અસરગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહાયતાની ખાતરી આપી છે. દૂતાવાસે કહ્યું કે તે સ્થાનિક અધિકારીઓ અને પીડિતોના સંબંધીઓ બંનેના સંપર્કમાં છે.
https://x.com/CGIJeddah/status/1884538691797811310
જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. એમ્બેસીનું કહેવું છે કે, “જેદ્દાહમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યું છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપૂર્ણ સંપર્કમાં છે. અમે ઘાયલો જલદીથી સાજા થાય તેવી ઈચ્છા કરીએ છીએ. વધુ પૂછપરછ માટે એક સમર્પિત હેલ્પલાઇનની સ્થાપના કરવામાં આવી છે.”
વિદેશ મંત્રી એસ જયશંકરે જેદ્દાહ અકસ્માત અંગે વાત કરી હતી
વિદેશ મંત્રી એસ જયશંકરે પણ સાઉદી અરેબિયાના જીઝાન પાસે થયેલા માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું કે તેમણે જેદ્દાહમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ સાથે વાત કરી છે અને ત્યાંના અધિકારીઓ પીડિતોના પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે.
https://x.com/DrSJaishankar/status/1884543227526533144
વિદેશ મંત્રી એસ જયશંકરે માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર લખ્યું, “આ દુર્ઘટના અને જાનહાનિ વિશે જાણીને દુઃખ થયું. જેદ્દાહમાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાત કરી, જેઓ પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુ:ખદ પરિસ્થિતિમાં તેમનો સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.”