મોદી-પુતિનની સહમુસાફરીથી હોંગકી કાર લાઇમલાઇટમાં
2019માં જિનપિંગ ભારતની મુલાકાત વખતે સાથે લાવ્યા હતા, 5.5 સેક્ધડમાં 100 કિ.મી.ની ઝડપ પકડી શકનાર કારની કિંમત 7 કરોડ
SCO સંમેલન સ્થળમાંથી બહાર આવતાની સાથે જ રાષ્ટ્રપતિ પુતિને વડા પ્રધાન મોદીને તેમની સાથે એક જ કારમાં જવા કહ્યું અને પછી બંને નેતાઓ સાથે ચાલ્યા ગયા. આ તસવીર પરથી ઘણા રાજદ્વારી અર્થ કાઢવામાં આવી રહ્યા છે અને તેનો સંદેશ ચીનથી અમેરિકા સુધી પહોંચ્યો છે. જે કારમાં બંને નેતાઓ નીકળ્યા તે કાર ચીનના રાષ્ટ્રપતિની પ્રિય કાર હોંગકી છે.
ચીન દ્વારા બે દિવસીય SCO સમિટમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ જ કાર પૂરી પાડવામાં આવી છે. હોંગકી એક ક5 લિમોઝીન કાર છે. આ જ મોડેલ રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સત્તાવાર વાહન પણ છે. આ કારનો ઉપયોગ ટોચના ચીની નેતાઓ અને પસંદગીના વિદેશી મહાનુભાવો માટે થાય છે. જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2019 માં પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત માટે મહાબલીપુરમ આવ્યા હતા, ત્યારે તેઓ આ કાર પણ પોતાની સાથે લાવ્યા હતા. ત્યારબાદ તેઓ આ કારમાં મુસાફરી કરી હતી.
હોંગકીનો ઉચ્ચાર ચાઇનીઝમાં હોંગ-ચી થાય છે. મેન્ડરિનમાં તેનો અર્થ પલાલ ધ્વજથ થાય છે. તે રાજ્યની માલિકીની ફર્સ્ટ ઓટોમોબાઈલ વર્ક્સ (FAW) જૂથ દ્વારા ચલાવવામાં આવે છે. તે ચીનની સૌથી લોકપ્રિય કાર બ્રાન્ડ છે, જે 1958 માં લોન્ચ થઈ હતી. હોંગકીને લાંબા સમયથી મેડ ઇન ચાઇના તરીકે પ્રમોટ કરવામાં આવી છે. તેને ચીનના ઉચ્ચ વર્ગ માટે રાષ્ટ્રીય ઉત્પાદન તરીકે ડિઝાઇન, ઉત્પાદન અને પ્રમોટ કરવામાં આવી છે. આ કાર મૂળ રૂૂપે ફક્ત સામ્યવાદી પક્ષના નેતાઓ માટે બનાવવામાં આવી હતી. જોકે 1981 માં હોંગકી કારનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ 1990 ના દાયકાના મધ્યમાં તે ફરી શરૂૂ કરવામાં આવ્યું હતું. હોંગકી ક5 આજે સૌથી વધુ ચર્ચિત મોડેલ છે. હોંગકી L-5 6.0-લિટર V12 એન્જિન પર ચાલે છે, જે 400 હોર્સપાવરથી વધુ જનરેટ કરે છે. તે લગભગ 8.5 સેક્ધડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
તેની મહત્તમ ઝડપ લગભગ 210 કિમી પ્રતિ કલાક છે. આ કાર 5.5 મીટર (18 ફૂટ) થી વધુ લાંબી છે અને તેનું વજન 3 ટનથી વધુ છે. આ કારની પાછળની સીટમાં મનોરંજનના ઘણા સાધનો ઉપલબ્ધ છે. તેમાં મસાજ, હીટિંગ અને વેન્ટિલેશન ફંક્શન પણ છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ અદ્યતન કાર છે. તેમાં એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, પાર્કિંગ સેન્સર અને 360-ડિગ્રી ફરતા કેમેરા છે. તેના વ્હીલ્સ કોઈપણ સ્થિતિમાં ફરી શકે છે. સીટો ખૂબ જ આરામદાયક છે અને ચામડાની અપહોલ્સ્ટરી બનાવવામાં આવી છે. આ કારની કિંમત લગભગ 50 લાખ યુઆન એટલે કે લગભગ 7 કરોડ રૂૂપિયા છે. આ ચીનની સૌથી મોંઘી પ્રોડક્શન કાર છે.