હોલિવૂડ સિંગર કેટી પેરી સ્પેસ મિશન પર જશે
દરરોજ કોઈને કોઈ સ્પેસ મિશન નવા રેકોર્ડ બનાવતા રહે છે. પરંતુ સ્પેસ મિશન માટે એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત અમેરિકાની જાણીતી મહિલાઓ આ મિશનમાં સામેલ છે. આ મિશનનું નેતૃત્વ પણ પ્રખ્યાત અમેરિકન અબજોપતિ જેફ બેઝોસની મંગેતર પોતે કરી રહ્યા છે. સિંગર કેટી પેરી જે સ્પેસ મિશન પર જવાની છે તે જેફ બોઝની કંપની બ્લુ ઓરિજિનનું મિશન છે, જેનું નામ એનએસ-31 મિશન છે. આ મિશનની સૌથી ખાસ વાત એ છે કે મિશન માટે જઈ રહેલા ન્યૂ શેપર્ડ સ્પેસક્રાફ્ટમાં તમામ મહિલા ક્રૂ હશે.
આ અવકાશ યાત્રા એક સીમાચિહ્નરૂૂપ સાબિત થવા જઈ રહી છે, કારણ કે 1963માં વેલેન્ટિના તેરેશકોવાના સોલો મિશન બાદ પ્રથમ વખત આ મિશનનું નેતૃત્વ મહિલા અવકાશયાત્રીઓની ટીમ કરશે. કેટી પેરીએ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે હું આશા રાખું છું કે મારી સફર મારી પુત્રી અને અન્ય લોકોને સ્ટાર્સ સુધી પહોંચવા માટે પ્રેરણા આપશે.
આ મિશનનું નેતૃત્વ જેફ બેઝોસની મંગેતર અને ભૂતપૂર્વ ન્યૂઝ રિપોર્ટર લોરેન સાંચેઝ કરશે. આ પ્રતિષ્ઠિત ટીમને એસેમ્બલ કરવામાં સાંચેઝે મહત્વની ભૂમિકા ભજવી છે. પેરી અને સાંચેઝ સાથે સીબીએસ એન્કર ગેલ કિંગ, નાગરિક અધિકાર કાર્યકર્તા અમાન્દા ન્ગ્યુએન, ફિલ્મ નિર્માતા કેરીઓન ફ્લાયન અને ભૂતપૂર્વ ગઅજઅ રોકેટ સાયન્ટિસ્ટ આઈશા બોવે જેવી અગ્રણી હસ્તીઓ જોડાઈ છે.