For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોલિવૂડની સેક્સ સિમ્બોલ અભિનેત્રી પામેલા બાખનો ગોળી ધરબી આપઘાત

11:06 AM Mar 08, 2025 IST | Bhumika
હોલિવૂડની સેક્સ સિમ્બોલ અભિનેત્રી પામેલા બાખનો ગોળી ધરબી આપઘાત

હોલીવૂડની સેકસ સિમ્બોલ અભિનેત્રી પામેલા બાખના ચાહકો માટે એક દુ:ખદ સમાચાર આવ્યા છે. બેવોચ, ધ ફોલ ગાય અને નાઈટ રાઈડર જેવા હિટ શોનો ભાગ રહેલી આ અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. આત્મહત્યાને કારણે તેમનું 62 વર્ષની ઉંમરે અવસાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે અહેવાલ મુજબ, પામેલાનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી તેનો સંપર્ક કરી શક્યો ન હતો અને તેના કારણે તેમની ચિંતા વધી ગઈ. આ પછી, જ્યારે પરિવારના સભ્યો અભિનેત્રીના ઘરે પહોંચ્યા, ત્યારે તે ઘરે મૃત હાલતમાં મળી આવી.

Advertisement

પેરામેડિક્સને બોલાવવામાં આવ્યા અને તપાસ બાદ અભિનેત્રીને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પામેલાએ આત્મહત્યા કરી છે. તેમના ઘરમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી, પરંતુ તેમના માથા પર ગોળીનો ઘા જોવા મળ્યો છે. ત્યારથી, અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેમનું મૃત્યુ આત્મહત્યાને કારણે થયું છે.

પામેલા બાખના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેનો અભિનેતા ડેવિડ હેસલહોફ સાથે પણ સંબંધ રહ્યો છે. બંનેએ 1989માં લગ્ન કર્યા હતા પરંતુ 2006માં તેઓ અલગ થઈ ગયા.

Advertisement

અભિનેત્રી પામેલાને બે પુત્રીઓ છે, ટેલર અને હેલી. બંનેને તેમની માતા પ્રત્યે ઊંડો લગાવ હતો. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાની દીકરીઓ સાથેની તસવીરો પણ શેર કરતી હતી. પામેલાની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ વિશે વાત કરતાં, તેણે 2025 ની શરૂૂઆતમાં નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે એક નોંધ લખી હતી. આમાં તેમણે પોતાની દીકરીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે તેમને તેમની પુત્રીઓ સાથે ઊંડો લગાવ હતો. અભિનેત્રીની દીકરીઓ પણ તેના અચાનક દુનિયા છોડી જવાથી ખૂબ જ દુ:ખી થઈ હશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement