ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હોલિવૂડ ફિલ્મ જોકર ફોલી અ ડયૂક્સનું બીજું ટ્રેલર રિલીઝ

11:02 AM Aug 10, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

હોલિવૂડ ફિલ્મ જોકરની સિક્વલ Folie¸ Deux Trailer નું બહુપ્રતિક્ષિત બીજું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. નિર્દેશક ટોડ ફિલિપ્સની આ ફિલ્મમાં જોકિન ફોનિક્સ ફરી એકવાર જોકરના રોલમાં જોવા મળશે. પરંતુ આ વખતે તે એકલા નહીં રહે. આ ફિલ્મમાં અભિનેતાની સાથે ગાયક અને અભિનેત્રી લેડી ગાગા પણ જોવા મળશે. ટ્રેલરમાં જોક્વિન ફોનિક્સ અને લેડી ગાગા ખૂબ જ અદભૂત લુકમાં જોવા મળ્યા હતા.

‘જોકર 2’માં વોકિન ફોનિક્સ એટલે કે આર્થર ફ્લેકનું ગાંડપણ તેને જોકરમાં ફેરવે છે. તેની સાથે આ દિવાનામાં લેડી ગાગા પણ સામેલ છે, જે જોકરની ગર્લફ્રેન્ડ હાર્લી ક્વિનના રોલમાં જોવા મળશે. નવું ટ્રેલર એક વાનથી શરૂૂ થાય છે જેમાં આર્થર ફ્લેક બેઠો છે. આર્થરને રંગલો બનીને કરેલા ગુનાઓની સજા થઈ રહી છે અને તેને જેલમાં મોકલવામાં આવ્યો છે. તેણે કરેલા ગુનાઓ માટે તે કોર્ટના ચક્કર લગાવે છે. દરમિયાન, હાર્લી ક્વિન આર્થરના જીવનમાં આવે છે, જે તેને પ્રેમ કરવાનું શીખવે છે. પરંતુ તે જ સમયે તે આર્થરને તેના ગાંડપણમાં સાથ આપે છે. જોકર અને હાર્લી આ ફિલ્મમાં તબાહી મચાવતા જોવા મળશે.

વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ જોકર લોકોને ખૂબ જ પસંદ આવી હતી. જે બાદ હવે તેની સિક્વલ 2024માં આવી રહી છે. જોઆક્વિન ફોનિક્સ અને લેડી ગાગા ઉપરાંત, આ ફિલ્મમાં ઓસ્કાર નોમિની બ્રેન્ડન ગ્લીસન પણ છે, જેઓ ‘ધ બંશીઝ ઓફ ઈનિશ્રિન’ માટે પ્રખ્યાત છે. આ ફિલ્મમાં કેથરિન કીનર છે, જે ‘ગેટ આઉટ’માં પણ જોવા મળી હતી. જેઝી બીટ્ઝ પહેલી ફિલ્મથી તેની ભૂમિકા ફરી રજૂ કરશે. ફિલ્મ ‘જોકર: ફોલી એ ડ્યુક્સ’ 4 ઓક્ટોબર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Tags :
EntertainmentHollywood movieJoker Folly a Deuxtrailer released
Advertisement
Advertisement