ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાઉથ કોરિયાના ફિલ્મ ફેસ્ટિવલમાં હીરામંડી બે કેટેગરીમાં નોમિનેટ

12:40 PM Sep 02, 2024 IST | admin
Advertisement

છ ઓકટોબરે યોજાશે બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ

Advertisement

સંજય લીલા ભણસાલીની સિરીઝ હીરામંડી: ધ ડાયમન્ડ બાઝારને સાઉથ કોરિયામાં યોજાનારા બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બે કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે એથી તેમણે આભાર વ્યક્ત કર્યો છે. આ સિરીઝ 1 મેએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. સિરીઝમાં મનીષા કોઇરાલા, સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, રિચા ચઢ્ઢા અને અદિતિ રાવ હૈદરી લીડ રોલમાં જોવા મળી હતી.

આ સિરીઝની બીજી સીઝનની તૈયારી શરૂૂ થઈ ગઈ છે. બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 6 ઑક્ટોબરે આયોજિત થવાનો છે. એશિયા ક્ધટેન્ટ્સ અવોર્ડ્સ અને ગ્લોબલ ઓટીટી અવોર્ડ્સની કેટેગરીમાં સિરીઝને નોમિનેશન મળ્યું છે એથી ખુશી વ્યક્ત કરતાં સંજય લીલા ભણસાલી કહે છે, એશિયા ક્ધટેન્ટ્સ અવોર્ડ્સ માટે નોમિનેશન મળવું એ સન્માનની વાત છે. આ માન મળવા બદલ હું જ્યુરી અને દર્શકોનો આભારી છું.

Tags :
filmfestivalnominateworldworldnews
Advertisement
Next Article
Advertisement