ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હિંદી-ચીની ભાઇભાઇ; ચીન માટે ભારતીય બજાર ખુલ્લુ મુકાશે

11:34 AM Nov 04, 2025 IST | admin
Advertisement

5 વર્ષના ફ્રીઝ બાદ ભારત ચીની આયાત માટેની મંજૂરીઓ શરૂ કરવાની તૈયારીમાં; ચીની માલથી ભારતીય બજારો ઉભરાશે

Advertisement

ભારત સરકારે ચીન સહિત અન્ય દેશોમાંથી થતી આયાત માટેની મંજૂરીઓ ફરીથી શરૂૂ કરવાની અને તેને ઝડપી બનાવવાની તૈયારી કરી છે, જે પાંચ વર્ષથી ચાલી રહેલા ફ્રીઝ (સ્થગિતતા)માં છૂટછાટનો સંકેત આપે છે. સરકારનો આ નિર્ણય ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને સ્ટીલ જેવા ક્ષેત્રોને અસર કરશે, જે પુરવઠા શૃંખલાના અવરોધોનો સામનો કરી રહ્યા હતા.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, અમે ટૂંક સમયમાં ચીન સહિતના વિવિધ દેશોના સપ્લાયર્સ માટે લાઇસન્સ આપવાનું અને રિન્યૂ કરવાનું શરૂૂ કરીશું. અમે પ્રક્રિયા શરૂૂ કરીશું અને કેસ-ટુ-કેસના આધારે અરજીઓનું મૂલ્યાંકન કરીશું. સરકારનો આ પગલું સ્થાનિક ઉદ્યોગને પુરવઠો વધારવા અને તહેવારોની સિઝનમાં વધી રહેલી માંગને પૂરી કરવામાં મદદરૂૂપ થવાના હેતુથી લેવામાં આવ્યો છે.

ગુણવત્તા નિયંત્રણ આદેશ (QCO) હેઠળ આવતા ઇલેક્ટ્રોનિક માલ, જૂતા અને B2B ઉત્પાદનો સહિતના ઉત્પાદનો માટે ભારતીય માનક બ્યુરો (BIS)ની મંજૂરી ફરજિયાત છે. ભૂતકાળમાં, ચીનના પ્લાન્ટ્સ માટે BIS મંજૂરી લગભગ સ્થગિત કરી દેવામાં આવી હતી, જેના કારણે ભારતમાં પુરવઠા શૃંખલા ખોરવાઈ ગઈ હતી.

આ નિર્ણય ભારત-ચીન વેપાર મંત્રણામાં નવા જોડાણના સંકેત તરીકે જોવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ સીધી ફ્લાઇટ્સ ફરી શરૂૂ થઈ છે અને ભારતે ચીની બિઝનેસ વિઝા ક્લિયર કરવાનું પણ શરૂૂ કર્યું છે.

અગાઉ, સરકારે સ્થાનિકીકરણ અને સ્થાનિક મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા માટે BIS મંજૂરીઓમાં ધીમી ગતિ અપનાવી હતી. જોકે, ઉદ્યોગો દલીલ કરી રહ્યા હતા કે ક્ષમતા સ્થાનિક સ્તરે નિર્માણ થાય તે પહેલાં જટિલ ઘટકોની અછતને કારણે ઉત્પાદન પર માઠી અસર પડી રહી છે. હવે, સરકારે વિદેશી BIS મંજૂરીઓ પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે.

અગાઉ, ચીને પણ છ મહિનાના વિરામ બાદ ભારતમાં હેવી રેર અર્થ મેગ્નેટની નિકાસ ફરી શરૂૂ કરી હતી, જે ઇલેક્ટ્રિક વાહન, રિન્યુએબલ એનર્જી અને ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા સ્થાનિક ઉત્પાદકો માટે એક મોટી રાહત હતી.

Tags :
Hindi-Chineseindiaindia newsworldWorld News
Advertisement
Next Article
Advertisement