ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ફરી હિન્દી-ચીની ભાઇ-ભાઇ? સીધી ફ્લાઇટ બાદ વાત-ચીતનો દોર આગળ ધપ્યો

11:12 AM Oct 29, 2025 IST | admin
Advertisement

ભારતે સંબંધો સામાન્ય થવાની શરૂઆત ગણાવી

Advertisement

ભારત અને ચીને સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી છે . સમાચાર એજન્સી રોઇટર્સે બુધવારે ચીનના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને અહેવાલ આપ્યો છે . આ વાટાઘાટો બાદ ફરી હિન્દી-ચીની ભાઇ ભાઇનો યુગ શરૂ થવાની શકયતા વ્યકત કરાઇ છે . બંને પક્ષોએ ચીન-ભારત સરહદના પશ્ચિમ ભાગના નિયંત્રણ પર સક્રિય અને ઊંડાણપૂર્વક વાતચીત કરી છે એમ જણાવાયું છે.

ભારતિય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે , બંને દેશો સંપર્ક જાળવી રાખવા સંમત થયા હતા લશ્કરી અને રાજદ્વારી ચેનલો દ્વારા વાતચીત અને સંવાદ જાળવી રાખવા સંમત થયા કોલકાતા અને ગુઆંગઝુ વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂૂ થયાના થોડા દિવસો પછી આ વિકાસ થયો છે. બંને શહેરો વચ્ચે ફ્લાઇટ સેવા રવિવારે ફરી શરૂૂ થઈ, જે પાંચ વર્ષના અંતરાલ પછી પ્રથમ સીધી વ્યાપારી જોડાણ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટમાં ચીનની મુલાકાત લીધી હતી, જે સાત વર્ષમાં તેમની પ્રથમ યાત્રા હતી, શાંઘાઈ સહકાર સંગઠનની પ્રાદેશિક સુરક્ષા બેઠકમાં હાજરી આપવા માટે. મુલાકાત દરમિયાન પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સંમત થયા હતા કે ભારત અને ચીન વિકાસ ભાગીદાર છે, હરીફ નહીં, અને વૈશ્વિક ટેરિફ અનિશ્ચિતતાઓ વચ્ચે વેપારને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.

અગાઉ એક મીડિયા બ્રીફિંગને સંબોધતા, MEA  પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યુ અમે એક પ્રેસ રિલીઝ જારી કરી હતી અને ત્યારબાદ હું સમજું છું કે આ સંદર્ભમાં વ્યાપારી પ્રવૃત્તિ શરૂૂ થઈ ગઈ છે. આ, અલબત્ત, ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સામાન્યીકરણ તરફ વધતા વલણને અનુરૂૂપ છે.

Tags :
ChinaChina newsindiaindia newsworldWorld News
Advertisement
Next Article
Advertisement