ઇઝરાયલના સૈન્ય મથક પર હિઝબુલ્લાહનો હુમલો: 4 સૈનિકો ઠાર, 60થી વધુ ઘાયલ
11:08 AM Oct 14, 2024 IST
|
admin
Advertisement
બિન્યામિનામાં ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો, મૃત્યુઆંક વધવાની શકયતા
Advertisement
ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈઝરાયલ દ્વારા આક્રમક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન હવે હિઝબુલ્લાહ તરફથી જોરદાર જવાબ આપવામાં આવતા ઈઝરાયલના સૈન્યમથકને જ નિશાન બનાવવામાં આવ્યું હતું.
હિઝબુલ્લાહ દ્વારા આત્મઘાતી ડ્રોન અને મિસાઈલ વડે તાબડતોબ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં ચાર ઈઝરાયલી સૈનિકો માર્યા ગયા હતા જ્યારે અન્ય 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે.
હિઝબુલ્લાહે બિન્યામિનામાં સૈન્યમથકને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હિઝબુલ્લાહનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવી રહ્યો છે. આ હુમલામાં ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 67 થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં અનેકની હાલત ગંભીર હોવાની જાણકારી છે એટલા માટે મૃત્યુઆંક પણ વધી શકે છે.
Next Article
Advertisement