અમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશ, સ્પેનિશ પરિવારના 6નાં મોત
11:08 AM Apr 11, 2025 IST
|
Bhumika
Advertisement
અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીંની હડસન નદીમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સ્પેનિશ પ્રવાસી પરિવારના છ સભ્યોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે હેલિકોપ્ટર મેનહટન નજીક નદીમાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટના વિશે માહિતી આપતા ફાયર વિભાગે કહ્યું કે તેને બપોરે 3.17 વાગ્યે પાણીમાં હેલિકોપ્ટર હોવાની માહિતી મળી હતી. જે બાદ અમે સ્થળ પર પહોંચ્યા હતા.
Advertisement
મેનહટન અને ન્યુ જર્સીના કિનારા વચ્ચે હડસન નદીમાં હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું, જેમાં ત્રણ બાળકો સહિત સ્પેનિશ પ્રવાસીઓના પરિવારનું મોત થયું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર બપોરે 3 વાગ્યે હેલીપોર્ટ પરથી ઉડ્યું હતું. અને દુર્ઘટના બાદ મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
Next Article
Advertisement