For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુનિયાનો સૌથી મોંઘો ટીવી શો બનશે હેરી પોટર, એપિસોડનો ખર્ચ 856 કરોડ

11:03 AM May 23, 2025 IST | Bhumika
દુનિયાનો સૌથી મોંઘો ટીવી શો બનશે હેરી પોટર  એપિસોડનો ખર્ચ 856 કરોડ

અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ સ્ટાર વોર્સ એપિસોડ VII હતી, જેનો ખર્ચ લગભગ 440 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂૂ. 3765 કરોડ બનાવવાના છે. તેમાં ભારે CGI અને ઘણા મોટા કલાકારો હતા. પરંતુ હવે એક ટીવી શ્રેણી બની રહી છે, જેની કિંમત આનાથી પણ વધુ છે. આ દુનિયાની સૌથી મોંઘી ટીવી શ્રેણી બની શકે છે, જેની કિંમત 4 અબજ ડોલરથી વધુ એટલે કે લગભગ 34,221 કરોડ રૂૂપિયા છે.

Advertisement

હેરી પોટરની નવી ટીવી શ્રેણીને અત્યાર સુધીની સૌથી મોંઘી શ્રેણી કહેવામાં આવી રહી છે. અહેવાલ મુજબ, દરેક એપિસોડ બનાવવા માટે 100 મિલિયન ડોલર એટલે કે 856 કરોડ રૂૂપિયાથી વધુનો ખર્ચ થશે. આ શ્રેણીમાં 7 સીઝન હશે અને દરેક સીઝનમાં 6 એપિસોડ હશે. તેનું કુલ બજેટ 4.2 બિલિયન ડોલર એટલે કે લગભગ 35,940 કરોડ રૂૂપિયા હોવાનું કહેવાય છે. અત્યાર સુધીની સૌથી મોંઘી શ્રેણી ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર છે, જેનો દરેક એપિસોડ 62 મિલિયન ડોલર એટલે કે લગભગ 530 કરોડમાં બનાવવામાં આવ્યો હતો અને આખી શ્રેણીનો ખર્ચ લગભગ 1 અબજ ડોલર એટલે કે લગભગ 8556 કરોડ હતો. હેરી પોટરની નવી શ્રેણી આ રેકોર્ડને ઘણો પાછળ છોડી દેશે.

આ નવી હેરી પોટર શ્રેણીના ખર્ચનો મોટો ભાગ એક શહેર બનાવવા પાછળ ખર્ચવામાં આવી રહ્યો છે જ્યાં તેનું શૂટિંગ થશે. મીડિયામાં આ સ્થળને પોટરવિલે કહેવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ, વોર્નર બ્રધર્સ સ્ટુડિયોએ આ સેટ બનાવવામાં 1.3 બિલિયન ડોલર એટલે કે લગભગ 11,123 કરોડ રૂૂપિયા ખર્ચ્યા છે. આ શહેરમાં હોગવર્ટ્સ, કિંગ્સ ક્રોસ સ્ટેશન અને પ્રાઇવેટ ડ્રાઇવ જેવા તમામ પ્રખ્યાત સ્થળોનું પુન:નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

આ શ્રેણી જેકે રોલિંગના પુસ્તકો પર આધારિત છે અને તે પહેલાં બનેલી આઠ ફિલ્મો કરતાં વાર્તા પર વધુ ઊંડાણપૂર્વકની નજર હોવાનું કહેવાય છે. આમાં, જોન લિથગો હોગવર્ટ્સના મુખ્ય શિક્ષક આલ્બસ ડમ્બલડોરની ભૂમિકા ભજવશે. મિનર્વા મેકગોનાગલ તરીકે જેનેટ મેકટીર, સેવેરસ સ્નેપ તરીકે પાપા એસીડુ, રુબિયસ હેગ્રીડ તરીકે નિક ફ્રોસ્ટ, ક્વિરીનસ ક્વિરેલ તરીકે લ્યુક થેલોન અને અર્ગસ ફિલ્ચ તરીકે પોલ વ્હાઇટહાઉસ પણ અભિનય કરી રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement